Get News Alerts

Never miss breaking news updates.

IPLની ફાઇનલ જોવા અમદાવાદમાં બોલિવૂડ હસ્તીઓનું આગમન, પૂર્વ ક્રિકેટરો પણ આવ્યાં

IPL 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો યોજાવવાનો છે. ત્યારે ક્રિકેટ રસિકોમાં તેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.અમદાવાદ એરપોર્ટ પર બોલિવૂડની હસ્તીઓથી માંડીને પૂર્વ ક્રિકેટર્સ આવી પહોંચ્યા છે.
Admin
AdminUpdated on: 31 May 2026 06:06 PM IST
IPLની ફાઇનલ જોવા અમદાવાદમાં બોલિવૂડ હસ્તીઓનું આગમન, પૂર્વ ક્રિકેટરો પણ આવ્યાંIPLની ફાઇનલ જોવા અમદાવાદમાં બોલિવૂડ હસ્તીઓનું આગમન, પૂર્વ ક્રિકેટરો પણ આવ્યાં

IPL 2026 Final: IPL 2026 હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ત્યારે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મહામુકાબલો યોજાવવાનો છે. જેને લઈને ક્રિકેટ રસિકોમાં તેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ પર બોલિવૂડની હસ્તીઓથી માંડીને પૂર્વ ક્રિકેટર્સ આવી પહોંચ્યા છે.

જેમાં વરૂણ ઘવન, પૂજા હેગડે અને મૃણાલ ઠાકુર સહિતના સેલેબ્સ આવી ચૂક્યા છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર અજિત અગરકર, ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રી અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ અમદાવાદ આવી પહોંચ્યા છે. આ સિવાય મંત્રી નિતિશ રાણે અને તાજેતરમાં સિક્સ ફટકારીને ફેમશ થયેલો રાજસ્થાન રોયલ્સનો ખેલાડી વૈભવ સૂર્યવંશી આવી પહોંચ્યો છે.

આ સાથે જય શાહ અને BCCIના ઉપપ્રમુખ રાજીવ શુકલા પણ સ્ટેડિયમ પહોંચી ગયા છે. આ સાથે જ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર પણ મેચ જોવા માટે પહોંચ્યા છે. તેમણે જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ ફાઇનલ જોવી એ એક અનોખો અનુભવ છે, જેમાં લગભગ 125,000 દર્શકો હાજર રહી શકે. તમે વાતાવરણ અને ધમાલની કલ્પના કરી શકો છો; જ્યારે બે ટોચની ટીમો અહીં રમશે, ત્યારે મને લાગે છે કે ફાઇનલ ધમાકેદાર હશે.

AUTHOR
Admin

Admin

Author details are not available.