બાંગ્લાદેશ સરકારે લીધો યુ-ટર્ન, છતાં IPL પર બેન કેમ? જાણો સમગ્ર વિવાદ



ફાઇલ તસવીર
બાંગ્લાદેશ સરકારે લીધો યુ-ટર્ન, છતાં IPL પર બેન કેમ? જાણો સમગ્ર વિવાદ



ફાઇલ તસવીર
IPL 2026 Update: બાંગ્લાદેશમાં ઇન્ડિયન પ્રીમિયર લીગના (IPL 2026) લાઇવ પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારતના JioStar એ બાંગ્લાદેશમાં તેનો IPL પ્રસારણ કરાર સમાપ્ત કર્યો છે, જેના કારણે 2026 સિઝનનું દેશમાં પ્રસારણ અશક્ય બન્યું છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે બાંગ્લાદેશ સરકારે તાજેતરમાં જ વલણમાં નરમાઈ લાવવાનો સંકેત આપ્યો હતો. આ નિર્ણયથી બાંગ્લાદેશમાં ક્રિકેટ ચાહકોને મોટો ફટકો પડ્યો છે, જ્યાં IPL ખૂબ જ લોકપ્રિય છે.
બાંગ્લાદેશી સત્તાવાળાઓએ IPL પ્રસારણ પરના તેમના અગાઉના પ્રતિબંધ પર પુનર્વિચાર કરવાનો સંકેત આપ્યો હતો. જો કે, જીઓસ્ટારે નિર્ણય પાછો ખેંચી લીધો હતો, જેના કારણે આ સિઝનમાં ટુર્નામેન્ટના સ્થાનિક પ્રસારણની કોઈ શક્યતા રહી નહીં.
રોઇટર્સના અહેવાલ મુજબ, જિયોસ્ટારે બાંગ્લાદેશી પ્રસારણકર્તા ટીસ્પોર્ટ્સને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ‘કરાર તાત્કાલિક અસરથી સમાપ્ત થાય છે.’ ટીસ્પોર્ટ્સે 2023થી 2027 સુધીની આઈપીએલ સિઝન માટે પ્રસારણ અધિકારોને સબલાઈસન્સ આપ્યા હતા. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, તેના ભાગીદાર દ્વારા ‘ચૂકવણીની સમયમર્યાદાનું સતત પાલન ન કરવું અને ચૂકવણીમાં ડિફોલ્ટ’ આ નિર્ણયના મુખ્ય કારણો હતા. આ નિર્ણય મહિલા પ્રીમિયર લીગ પર પણ લાગુ પડશે.
બાંગ્લાદેશનો IPL કરાર કેમ તૂટી ગયો?
તાજેતરના મહિનાઓમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તણાવ વધ્યો હતો, ખાસ કરીને ક્રિકેટને લઈને. જો કે, IPL પ્રસારણ કરારનું ભંગાણ મુખ્યત્વે રાજકીય નહીં, પરંતુ વ્યાપારી કારણોસર હોવાનું માનવામાં આવે છે. આ મામલાના મૂળમાં JioStar અને તેના બાંગ્લાદેશી ભાગીદાર Tsports વચ્ચેનો વિવાદ હતો. ભારતીય પ્રસારણકર્તાએ વારંવાર ચૂકવણીમાં ડિફોલ્ટને સમાપ્તિનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
આ સ્પષ્ટપણે સૂચવે છે કે, ભાગીદારીના ભંગાણમાં નાણાકીય વિવાદોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આનો અર્થ એ પણ થાય છે કે, બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે IPL પ્રસારણ પરના જૂના પ્રતિબંધની સમીક્ષા કરવાનો સંકેત આપ્યો હોવા છતાં હાલમાં ટુર્નામેન્ટ બતાવવા માટે કોઈ સત્તાવાર ભાગીદાર નથી.




