
New Delhi : ભારતીય રક્ષા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રૂફ રેન્જ, ફીલ્ડ ફાયરિંગ રેન્જ અને ટેસ્ટિંગ સુવિધાઓના ઉપયોગ માટેની સુધારેલી SOPને મંજૂરી આપી.

Indian Navy Maritime Power: રક્ષામંત્રી રાજનાથ સિંહે 5 ઓક્ટોબર, 2026ના રોજ વિશાખાપટ્ટનમમાં પૂર્વી નૌકાદળ કમાન્ડ દ્વારા આયોજિત ‘બારાખાના’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભારતીય નૌકાદળના જવાનો અને તેમના...

ભારતીય સેનામાં ઉચ્ચ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ જનરલ શમશેર સિંહ વિર્કે ભારતીય સેનાના ઉપસેના પ્રમુખ (ક્ષમતા વિકાસ અને સસ્ટેનેન્સ) તરીકેનો પદભાર સંભાળ્યો છે.

Kaveri Engine: સ્વદેશી કાવેરી એન્જિને રશિયામાં હાઈ-એલ્ટીટ્યૂડ અને ફ્લાઈટ ટ્રાયલ્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા. 48.5 કિલોન્યૂટન થ્રસ્ટ પ્રાપ્ત કરીને તેણે તેના લક્ષ્યને પાર કર્યું.

દેશના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં ભુજના ટાઉન હોલ ખાતે 9 ઓગસ્ટ 2026ના રોજ દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડ (SWAC)ની ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભવ્ય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ, સંગીત અને રાષ્ટ્રીય ગૌરવના રંગે રંગાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Territorial Army Citizen Soldier: રક્ષામંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ મંત્રાલયની સંસદીય સલાહકાર સમિતિની બેઠકમાં જણાવ્યું હતું કે ટેરિટોરિયલ આર્મી ‘સિટિઝન-સોલ્જર’ની જીવંત અને શ્રેષ્ઠ મિસાલ છે, જે દેશની સુરક્ષા સાથે સામાજિક અને પર્યાવરણલક્ષી કાર્યોમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે. બેઠક દરમિયાન ટેરિટોરિયલ આર્મીની કામગીરી, જવાબદારીઓ અને ઉપલબ્ધિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સમિતિના સભ્યોએ ટેરિટોરિયલ આર્મીને વધુ મજબૂત બનાવવા માટે...

Operation Sindoor New Revelation: ભારતના પૂર્વ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણે ઓપરેશન સિંદૂરને લઈને મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ 10 મે 2025ની સવારે પાકિસ્તાને ડીજીએમઓ હોટલાઈન દ્વારા ભારત પાસે તાત્કાલિક સીઝફાયરની માંગ કરી હતી, પરંતુ ભારતે તરત જવાબ આપ્યો નહોતો. ભારતે પોતાની લશ્કરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ જ યુદ્ધવિરામ માટે સંમતિ આપી હતી. જનરલ ચૌહાણે...

Bangladesh New Cantonment : ઢાકા: બાંગ્લાદેશ દ્વારા ભારત અને મ્યાનમારની સરહદ નજીક નવા સૈન્ય કેમ્પ (છાવણી)ના વિકાસની તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર વિસ્તાર વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો માનવામાં આવે છે, જેના કારણે ભારતની સુરક્ષા એજન્સીઓ પણ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. મળતી માહિતી મુજબ, બાંદરબન જિલ્લાના નાઇખોંગછારી વિસ્તારમાં નવા સૈન્ય કેન્દ્ર માટે જમીનનું...

IASV Triveni Samudra Pradakshina Mission: રક્ષામંત્રી રાજનાથ સિંહે 'સમુદ્ર પ્રદક્ષિણા' અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરનાર IASV ત્રિવેણીની ત્રણેય સેનાની મહિલા ક્રૂ ટીમને સન્માનિત કરી હતી. આ ટીમે ચાર મહાસાગરોમાં 314 દિવસ દરમિયાન આશરે 25,500 સમુદ્રી માઇલની ઐતિહાસિક સફર પૂર્ણ કરી છે. નવી દિલ્હીમાં મહિલા અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન રાજનાથ સિંહે તેમની બહાદુરી, સમર્પણ અને અડગ મનોબળની પ્રશંસા કરી હતી. તેમણે આ...

નવી દિલ્હી: ભારત-ચીન સરહદ પર ફરી એકવાર તણાવ વધે તેવી સ્થિતિ સર્જાઈ છે. તાજેતરમાં સામે આવેલી સેટેલાઇટ તસવીરોના વિશ્લેષણમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ચીને ભારતીય સરહદ નજીક પોતાના સૌથી આધુનિક J-20 'માઇટી ડ્રેગન' સ્ટીલ્થ ફાઇટર જેટની તૈનાતી નોંધપાત્ર રીતે વધારી છે. જૂનના અંતિમ સપ્તાહ અને જુલાઈની શરૂઆતમાં બે મહત્વના એરબેઝ પર કુલ 11 J-20 ફાઇટર જેટ જોવા મળ્યા...

નવી દિલ્હી: કારગિલ યુદ્ધની જીતને આજે 27 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં તે વિજયનો ગૌરવ અને ભારતીય સૈનિકોની બહાદુરી આજે પણ દરેક ભારતીયના મનમાં જીવંત છે. કારગિલ વિજય માત્ર એક સૈન્ય સફળતા નહોતી, પરંતુ દેશની અખંડિતતા, સંપ્રભુતા અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિક બની રહી છે. કારગીલના શૂરવીરોના બલિદાનથી પ્રેરાઈને ભારતે છેલ્લા વર્ષોમાં પોતાની રક્ષા ક્ષમતા અને આતંકવાદ વિરોધી નીતિને વધુ મજબૂત અને...

ભારતીય સેનાની દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે સુદર્શન ચક્ર કોર્પ્સ, શાહબાજ ડિવિઝન અને તેની સાથે સંકળાયેલી સૈન્ય રચનાઓની ઓપરેશનલ તૈયારીઓની વ્યાપક સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમને યુદ્ધ માટેની સજ્જતા, મિશનની તૈયારી અને આધુનિક ક્ષમતાઓના વિકાસ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

શ્રીનગર: ભારતીય થલસેનાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા બાદ જનરલ ધીરજ સેઠે પ્રથમ વખત જમ્મુ-કાશ્મીરની ઉત્તર કમાન્ડની મુલાકાત લીધી હતી. 7થી 9 જુલાઈ દરમિયાન થયેલા આ પ્રવાસમાં તેમણે નિયંત્રણ રેખા (LOC), આતંકવાદ વિરોધી ગ્રીડ, સરહદી વિસ્તારોની સુરક્ષા અને ચાલુ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. પ્રવાસ દરમિયાન જનરલ સેઠે શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સ હેડક્વાર્ટર, જમ્મુ વિસ્તારના વ્હાઇટ નાઇટ કોર્પ્સ...

પોરબંદર: ગુજરાતના પોરબંદર જિલ્લામાં ભારતીય નૌસેનાના એક **અનમેન્ડ એરિયલ વેહિકલ (UAV)**ના ક્રેશ થવાની ઘટના સામે આવી છે. પોરબંદરના ધરમપુર ગામ નજીક આવેલા નેશ વિસ્તારમાં આ અકસ્માત બન્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આકાશમાં ઉડાન દરમિયાન ડ્રોનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા તે જમીન પર પટકાયું હતું. નિર્જન વિસ્તારમાં ક્રેશ થતાં જાનહાનિ ટળી સદનસીબે, UAV નિર્જન વિસ્તારમાં ક્રેશ થતાં કોઈ જાનહાનિ કે મોટી...

જૂનાગઢ: દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા અને માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદ દયાતર ભરતકુમાર કરણાભાઈને તેમના વતન પિખોર ગામે સંપૂર્ણ લશ્કરી સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે ભાવભીની અંતિમ વિદાય આપવામાં આવી હતી. શહીદના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવતા પરિવારજનો, ગ્રામજનો, પૂર્વ સૈનિકો, ભારતીય સેનાના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી....

India-Indonesia Relationship: ભારતે મંગળવારે ઇન્ડોનેશિયા સાથે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલની સપ્લાય માટે મહત્વપૂર્ણ કરાર કર્યો છે. આ કરારથી એક તરફ ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના મહત્વપૂર્ણ દેશ ઇન્ડોનેશિયા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત બનશે તો બીજી તરફ ભારતના સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગને પણ મોટો પ્રોત્સાહન મળશે.