Get News Alerts

Never miss breaking news updates.

Lt. General Shamsher Singh Virk : લેફ્ટનન્ટ જનરલ શમશેર સિંહ વિર્ક બન્યા ભારતીય સેનાના ઉપસેના પ્રમુખ

ભારતીય સેનામાં ઉચ્ચ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ જનરલ શમશેર સિંહ વિર્કે ભારતીય સેનાના ઉપસેના પ્રમુખ (ક્ષમતા વિકાસ અને સસ્ટેનેન્સ) તરીકેનો પદભાર સંભાળ્યો છે.
Kunjan ShuklaUpdated on: 01 Oct 2026 02:34 PM IST
Lt. General Shamsher Singh Virk : લેફ્ટનન્ટ જનરલ શમશેર સિંહ વિર્ક બન્યા ભારતીય સેનાના ઉપસેના પ્રમુખLt. General Shamsher Singh Virk : લેફ્ટનન્ટ જનરલ શમશેર સિંહ વિર્ક બન્યા ભારતીય સેનાના ઉપસેના પ્રમુખ

Lt. General Shamsher Singh Virk

Lt. General Shamsher Singh Virk : ભારતીય સેનામાં ઉચ્ચ સ્તરે મહત્વપૂર્ણ જવાબદારીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લેફ્ટનન્ટ જનરલ શમશેર સિંહ વિર્કે ભારતીય સેનાના ઉપસેના પ્રમુખ (ક્ષમતા વિકાસ અને સસ્ટેનેન્સ) તરીકેનો પદભાર સંભાળ્યો છે. ગુરુવારે તેમણે આ નવી જવાબદારી ગ્રહણ કરી હતી. આ અગાઉ તેઓ પશ્ચિમ મોરચે એક કોર્પ્સના કમાન્ડર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠે નિવૃત્ત થયા

નવી જવાબદારી હેઠળ લેફ્ટનન્ટ જનરલ વિર્ક ભારતીય સેનાની ક્ષમતા વધારવા અને તેને લાંબા સમય સુધી જાળવી રાખવા સંબંધિત વિવિધ પહેલોની દેખરેખ રાખશે. બદલાતા વૈશ્વિક સુરક્ષા માહોલ અને સંરક્ષણ ક્ષેત્રના પડકારોને ધ્યાનમાં રાખીને ભારતીય સેનાની આધુનિક ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવાની જવાબદારી તેમના પર રહેશે. બીજી તરફ આ નવી નિમણૂકના એક દિવસ અગાઉ ભારતીય સેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ નિવૃત્ત થયા હતા. સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠે નિવૃત્ત થતા અધિકારીઓને સન્માનપૂર્વક વિદાય આપી હતી. તેમણે રાષ્ટ્ર પ્રત્યેની તેમની નિઃસ્વાર્થ અને સમર્પિત સેવાઓની પ્રશંસા કરી હતી. સેના પ્રમુખે જણાવ્યું હતું કે, આ અધિકારીઓનો અનુભવ, જ્ઞાન અને મૂલ્યો ભવિષ્યમાં પણ રાષ્ટ્રના નિર્માણમાં ઉપયોગી સાબિત થશે.

સૈનિકો સાથે સંવાદ પણ કર્યો

આ ઉપરાંત, મુખ્યાલય ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફના 26મા સ્થાપના દિવસ નિમિત્તે સેના પ્રમુખ જનરલ ધીરજ સેઠ સહિત ભારતીય સેનાના તમામ રેન્ક દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સેના પ્રમુખે જમ્મુ-કાશ્મીરમાં ચિનાર કોર્પ્સના અગ્રિમ વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે નિયંત્રણ રેખા (LoC) અને આંતરિક વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તંગધારમાં 'ઓપરેશન દૃષ્ટિ 2026'ની કામગીરીનું નિરીક્ષણ કરીને સૈનિકો સાથે સંવાદ પણ કર્યો હતો. આ દરમિયાન તેમને આતંકવાદ વિરોધી અભિયાનો, સુરક્ષા વ્યવસ્થા અને સેનાની ઓપરેશનલ તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Americaના નામે માનવ તસ્કરીનો ભોગ બનેલા ગુજરાતના ત્રણ યુવકો મુક્ત, મુંબઈ પહોંચ્યા

AUTHOR
K

Kunjan Shukla

Author details are not available.