કારગિલથી ઓપરેશન સિંદૂર સુધી: આતંકવાદ સામે ભારતની બદલાયેલી રણનીતિ અને સૈન્ય શક્તિની કહાની

નવી દિલ્હી: કારગિલ યુદ્ધની જીતને આજે 27 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં તે વિજયનો ગૌરવ અને ભારતીય સૈનિકોની બહાદુરી આજે પણ દરેક ભારતીયના મનમાં જીવંત છે. કારગિલ વિજય માત્ર એક સૈન્ય સફળતા નહોતી, પરંતુ દેશની અખંડિતતા, સંપ્રભુતા અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિક બની રહી છે. કારગીલના શૂરવીરોના બલિદાનથી પ્રેરાઈને ભારતે છેલ્લા વર્ષોમાં પોતાની રક્ષા ક્ષમતા અને આતંકવાદ વિરોધી નીતિને વધુ મજબૂત અને...
Rupin Bakraniya
Rupin Bakraniya
કારગિલથી ઓપરેશન સિંદૂર સુધી: આતંકવાદ સામે ભારતની બદલાયેલી રણનીતિ અને સૈન્ય શક્તિની કહાનીકારગિલથી ઓપરેશન સિંદૂર સુધી: આતંકવાદ સામે ભારતની બદલાયેલી રણનીતિ અને સૈન્ય શક્તિની કહાની

નવી દિલ્હી: કારગિલ યુદ્ધની જીતને આજે 27 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં તે વિજયનો ગૌરવ અને ભારતીય સૈનિકોની બહાદુરી આજે પણ દરેક ભારતીયના મનમાં જીવંત છે. કારગિલ વિજય માત્ર એક સૈન્ય સફળતા નહોતી, પરંતુ દેશની અખંડિતતા, સંપ્રભુતા અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિક બની રહી છે. કારગીલના શૂરવીરોના બલિદાનથી પ્રેરાઈને ભારતે છેલ્લા વર્ષોમાં પોતાની રક્ષા ક્ષમતા અને આતંકવાદ વિરોધી નીતિને વધુ મજબૂત અને આધુનિક બનાવી છે.

કારગિલ યુદ્ધ બાદ ભારતે સુરક્ષા નીતિમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. વર્ષ 2016માં ઉરી આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ નિયંત્રણ રેખા પાર કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી આતંકવાદી લોન્ચ પેડ્સને નિશાન બનાવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2019માં પુલવામા હુમલાના જવાબમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટ એર સ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પને નષ્ટ કર્યો હતો.

તાજેતરમાં મે 2025માં પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સશસ્ત્ર દળોએ 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoJK)માં આવેલા નવ આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કરીને અનેક આતંકી માળખાંનો નાશ કરવામાં આવ્યો હતો. ડ્રોન, આધુનિક ઇન્ટેલિજન્સ અને અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમના ઉપયોગથી ભારતે પોતાની નવી સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.

આ તમામ કાર્યવાહી દર્શાવે છે કે કારગિલ યુદ્ધ પછી ભારતની આતંકવાદ વિરોધી રણનીતિ વધુ સક્રિય, ટેક્નોલોજી આધારિત અને નિર્ણાયક બની છે. આજે ભારત માત્ર પોતાની સરહદોની સુરક્ષા જ નથી કરતું, પરંતુ આતંકવાદ સામે જરૂરી હોય ત્યારે ઝડપી અને અસરકારક જવાબ આપવાની ક્ષમતા પણ ધરાવે છે. કારગિલ વિજય દિવસ દર વર્ષે દેશને શહીદ જવાનોના બલિદાનને યાદ કરવાનો અવસર આપે છે. આ દિવસ માત્ર વિજયની ઉજવણી નહીં, પરંતુ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા શૂરવીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ પણ છે.