Kheda : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચાલતી કારમાં લાગી આગ


Kheda
Kheda : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચાલતી કારમાં લાગી આગ


Kheda
Kheda : ખેડા જિલ્લામાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચાલતી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ચકલાસી નજીક બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કારચાલકની સમયસૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી
મળતી માહિતી મુજબ, MG હેક્ટર કાર અમદાવાદથી આણંદ તરફ જઈ રહી હતી. આ દરમિયાન ચકલાસી નજીક પહોંચતા કારમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા કારચાલકે સમયસૂચકતા દાખવીને તાત્કાલિક કારને રસ્તાની બાજુએ ઊભી કરી દીધી હતી અને કારમાંથી બહાર નીકળી ગયા હતા. જેના કારણે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી. કારમાં આગ લાગ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટર્સ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી.
એક્સપ્રેસ હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો
જોકે, આગ એટલી વિકરાળ હતી કે આગ પર કાબૂ મેળવાય ત્યાં સુધીમાં MG હેક્ટર કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગની ઘટનાને પગલે થોડા સમય માટે એક્સપ્રેસ હાઈવે પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી કે કારચાલક સમયસર કારમાંથી બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવતા વધુ નુકસાન થતું અટકાવ્યું હતું. ઘટનાને લઈને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : Rajkot : સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતા ભોજનની થાળીમાં જીવાત જોવા મળી





