
Nitesh Siwach Asian Games Silver Medal: કહેવાય છે કે મજબૂત મનોબળ અને સતત મહેનતથી કોઈપણ મુશ્કેલીને હરાવી શકાય છે. ભારતીય પહેલવાન નિતેશ સિવાચે આ વાત સાબિત કરી છે. ઘૂંટણની ઈજા...

Hockey World Cup 2026: FIH હોકી વર્લ્ડ કપ 2026ની શરૂઆત થઈ ચૂકી છે. બેલ્જિયમ અને નેધરલેન્ડ્સની સહ-યજમાનીમાં 15થી 30 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી આ સ્પર્ધામાં ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર શરૂઆત કરી છે. ભારતે પોતાના પ્રથમ મુકાબલામાં વેલ્સને 3-1થી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. હવે ભારતીય ટીમનો આગામી મુકાબલો સોમવારે ઇંગ્લેન્ડ સામે થશે.

Hockey World Cup 2026: FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરી છે. પુલ-Dની પ્રથમ મેચમાં ભારતે વેલ્સને 3-1થી હરાવીને ત્રણ મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા છે.** એમ્સ્ટેલવીનના વાગેનર હોકી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પરથી બે ગોલ ફટકારીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Jamshedpur: ભારતીય ફૂટબોલ જગતમાં એક મોટા બદલાવના સમાચાર સામે આવ્યા છે. Jamshedpur FC હવે નવા મેનેજમેન્ટ હેઠળ એક નવા અધ્યાયની શરૂઆત કરવા જઈ રહ્યું છે. Tata Steelએ Jamshedpur Football & Sporting Pvt. Ltd.માં પોતાની equity shares Churchill Brothers Football Clubને માત્ર ₹100ના token consideration પર ટ્રાન્સફર કરવાની સંમતિ આપી છે. જોકે, આ ટ્રાન્સફર AIFFના નિયમો અને જરૂરી મંજૂરીઓને આધીન રહેશે.

65th Subroto Cup: પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટની 65મી આવૃત્તિનો પ્રારંભ 18 ઓગસ્ટ 2026થી થશે. આ ટુર્નામેન્ટમાં ત્રણ કેટેગરીમાં કુલ 107 ટીમો ભાગ લેશે. નવી દિલ્હી NCR અને બેંગલુરુ ખાતે યોજાનારી આ સ્પર્ધા 24 સપ્ટેમ્બર સુધી ચાલશે.

Commonwealth Games 2026 Medal Winners: સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં દેશનું ગૌરવ વધારનારા ભારતીય ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રવિવારે સાંજે 4 વાગ્યે મુલાકાત કરશે. ટૂર્નામેન્ટમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતાં 13 ગોલ્ડ સહિત કુલ 39 મેડલ જીત્યા છે. રેસલિંગ, બેડમિન્ટન, હોકી અને શૂટિંગ જેવી કેટલીક મહત્વની રમતોની ગેરહાજરી હોવા છતાં ભારતે કોમનવેલ્થ ગેમ્સ 2026માં નોંધપાત્ર પ્રદર્શન કર્યું...

Mukesh Dabhi Woodball Gold Medal: ભાવનગર જિલ્લાના કોળિયાક ગામના રહેવાસી અને સ્વાસ્થ્ય વિભાગમાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા મુકેશ ડાભીએ વુડબોલ રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ શાનદાર સિદ્ધિ હાંસલ કરી છે. છત્તીસગઢ ખાતે યોજાયેલી નેશનલ વુડબોલ ચેમ્પિયનશિપ-2026માં મુકેશ ડાભીએ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાત અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. મર્યાદિત સંસાધનો અને સરકારી નોકરીની વ્યસ્તતા વચ્ચે પણ મુકેશ ડાભીએ રમત...

Commonwealth Games Flag Gujarat: ગુજરાતમાં આગામી 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ-CWG રમતોત્સવની ઔપચારિક તૈયારીઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ફિટ ઈન્ડિયાના મંત્રને વધુ વેગ મળશે. ગ્લાસગો CWGનું સમાપન થતાં કોમનવેલ્થ ગેમ્સ ફ્લેગ આગામી 2030માં CWGના યજમાન રાજ્ય તરીકે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીને ગ્લાસગોમાં સોંપવામાં આવ્યો હતો. આ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ...

India vs Pakistan Hockey World Cup 2026: FIH મેન્સ હોકી વર્લ્ડ કપ 2026 માટે પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF)એ 20 સભ્યોની ટીમ અને સપોર્ટ સ્ટાફની જાહેરાત કરી છે. 15થી 30 ઓગસ્ટ દરમિયાન નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં યોજાનારા વર્લ્ડ કપમાં 19 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાશે. આ વર્લ્ડ કપ માટે ભારત અને પાકિસ્તાનને પૂલ-Dમાં રાખવામાં આવ્યા છે, જેમાં ઇંગ્લેન્ડ અને...

કોમનવેલ્થ ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરી દેશનું ગૌરવ વધારનારી ભારતીય ટીમનું મંગળવારે દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓના સ્વાગત માટે મોટી સંખ્યામાં રમતપ્રેમીઓ, પરિવારજનો, રમત અધિકારીઓ અને સમર્થકો એરપોર્ટ પહોંચ્યા હતા. ઢોલ-નગારાં, ફૂલહાર અને ભારત માતાના જયઘોષ વચ્ચે ખેલાડીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Sakshi Chaudhary Commonwealth Games 2026 Gold: ભારતીય બોક્સિંગ માટે ગૌરવની ક્ષણ સર્જતા હરિયાણાના ભિવાનીની બોક્સર સાક્ષી ચૌધરીએ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મહિલા 51 કિલોગ્રામ વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કર્યું છે. ફાઇનલમાં તેણે ઇંગ્લેન્ડની રૂબી વ્હાઇટને એકતરફી મુકાબલામાં 5-0ના અંતરથી હરાવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો. સાક્ષીએ પ્રથમ રાઉન્ડથી જ આક્રમક રમત બતાવી હતી અને ત્રણેય રાઉન્ડમાં પોતાનું...

કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. વેઈટલિફ્ટિંગમાં લવપ્રીત સિંહે સિલ્વર અને મહિલા ડિસ્કસ થ્રોમાં સીમા કાલીરમને બ્રોન્ઝ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. બંને ખેલાડીઓની આ સિદ્ધિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી અને તેમના સમર્પણ તથા દૃઢ સંકલ્પની પ્રશંસા કરી છે.

કોમનવેલ્થ ગેમ્સ 2026ના આઠમા દિવસે ભારતે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હોવા છતાં મેડલ ટેલીમાં બે સ્થાનનું નુકસાન થયું છે. કુલ 17 મેડલ સાથે ભારત હવે 10મા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 110 મેડલ સાથે ટોચ પર યથાવત છે.

ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): મનવેલ્થ ગેમ્સની ભાલાફેંક સ્પર્ધામાં ભારે પવન ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર બન્યો હતો. પવનની સતત બદલાતી દિશાને કારણે કોઈપણ ખેલાડી 84 મીટરનું ઓટોમેટિક ક્વોલિફિકેશન પાર કરી શક્યો નહોતો. તેમ છતાં ભારતના સ્ટાર જાવેલિન થ્રોઅર નીરજ ચોપડા, રોહિત યાદવ અને યશવીર સિંહે શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સ્પર્ધા દરમિયાન ભારતીય દર્શકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગ્લાસગોના...

Gyaneshwari Devi Commonwealth Games 2026 Silver: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મહિલા વેઇટલિફ્ટર જ્ઞાનેશ્વરી દેવીએ 53 કિલોગ્રામ વજન વર્ગમાં સિલ્વર મેડલ જીતતાં ભારતના ખાતામાં પાંચમો મેડલ ઉમેર્યો છે. આ સ્પર્ધામાં નાઈજીરિયાની ઓનોમે ઓમોલોલા ડિડિહએ ગોલ્ડ મેડલ જીત્યો, જ્યારે કેનેડાની રેબેકા ગ્રાઉલક્સ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી. આ પરિણામ બાદ ભારત પાંચ મેડલ સાથે મેડલ ટેલીમાં આઠમા...

Gujarat Asian Games 2026 Players: ગુજરાતનો રમતગમતનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. વર્ષ 2014માં 17મી એશિયન ગેમ્સમાં ગુજરાતમાંથી માત્ર ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ પણ આજે રાજ્યે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે. જાપાનના આઈચી-નાગોયા ખાતે 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાનારી આગામી 20મી એશિયન ગેમ્સ માટે ગુજરાતમાંથી 9 સભ્યોની મજબૂત ટુકડી — અને...