નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નીરજ ચોપડા સહિત તમામ એથ્લેટ્સને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી


AI Generated Images
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નીરજ ચોપડા સહિત તમામ એથ્લેટ્સને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી


AI Generated Images
ગ્લાસગો (સ્કૉટલૅન્ડ): મનવેલ્થ ગેમ્સની ભાલાફેંક સ્પર્ધામાં ભારે પવન ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર બન્યો હતો. પવનની સતત બદલાતી દિશાને કારણે કોઈપણ ખેલાડી 84 મીટરનું ઓટોમેટિક ક્વોલિફિકેશન પાર કરી શક્યો નહોતો. તેમ છતાં ભારતના સ્ટાર જાવેલિન થ્રોઅર નીરજ ચોપડા, રોહિત યાદવ અને યશવીર સિંહે શ્રેષ્ઠ પ્રદર્શનના આધારે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. સ્પર્ધા દરમિયાન ભારતીય દર્શકોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. ગ્લાસગોના સ્કોટ્સટાઉન સ્ટેડિયમમાં ભારતીય ખેલાડીઓ માટે દેશભક્તિનો જુસ્સો છલકાયો! નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારતીય પ્રશંસકો સાથે મળી નીરજ ચોપડા સહિત તમામ એથ્લેટ્સનું ઉત્સાહવર્ધન કર્યું અને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી.
પવને ખેલાડીઓની મુશ્કેલી વધારી
સ્કોટ્સટાઉન સ્ટેડિયમમાં યોજાયેલી ક્વોલિફિકેશન સ્પર્ધા દરમિયાન લગભગ 18 ડિગ્રી તાપમાન વચ્ચે તીવ્ર પવન ફૂંકાતો રહ્યો. પવનની દિશા વારંવાર બદલાતી હોવાથી ખેલાડીઓને ભાલા પર યોગ્ય નિયંત્રણ રાખવામાં મુશ્કેલી પડી હતી. પરિણામે કોઈ પણ ખેલાડી નિર્ધારિત 84 મીટરનું અંતર પાર કરી શક્યો નહીં.
ભારતના ત્રણ ખેલાડીઓ ફાઇનલમાં
ભારત તરફથી નીરજ ચોપડાએ 79.61 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પાંચમું સ્થાન મેળવ્યું અને ફાઇનલમાં પ્રવેશ કર્યો. રોહિત યાદવ 78.37 મીટર સાથે નવમા સ્થાને અને યશવીર સિંહ 78.36 મીટર સાથે દસમા સ્થાને રહી ફાઇનલ માટે ક્વોલિફાય થયા. શ્રીલંકાના ખેલાડીએ 82.84 મીટરનો સર્વશ્રેષ્ઠ થ્રો નોંધાવ્યો હતો, જ્યારે ગ્રેનેડાના એન્ડરસન પીટર્સ 81.29 મીટર સાથે બીજા સ્થાને રહ્યા હતા.
નીરજે શું કહ્યું?
ક્વોલિફિકેશન બાદ નીરજ ચોપડાએ જણાવ્યું કે ભારે પવનને કારણે કોઈપણ ખેલાડી પોતાની ક્ષમતા મુજબનું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેમણે કહ્યું કે, "હું મારા પ્રદર્શનથી સંપૂર્ણ સંતુષ્ટ નથી. પવનની અસર દરેક ખેલાડી પર જોવા મળી હતી અને મોટા ભાગના ખેલાડીઓ પણ પોતાના પ્રદર્શનથી ખુશ નહીં હોય."




