
Healthcare Spending:ભારતમાં આરોગ્ય ક્ષેત્રે ખર્ચને લઈને એક મહત્વપૂર્ણ બદલાવ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી દેશના મોટાભાગના પરિવારો આરોગ્ય સેવાઓ માટે પોતાના ખિસ્સામાંથી મોટો ખર્ચ કરતા આવ્યા છે.

Gujarat Mosquito Borne Diseases: જનસ્વાસ્થ્યને વિકાસની પ્રાથમિકતાઓ સાથે જોડીને ગુજરાતમાં રોગોના નિયંત્રણ, સમયસર નિદાન અને અસરકારક સારવાર પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે મચ્છરજન્ય મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોના નિયંત્રણ માટે સર્વેલન્સ, તપાસ, સારવાર તેમજ મચ્છર નિયંત્રણની વ્યાપક વ્યવસ્થા અમલમાં મૂકી છે. વર્ષ 2026ના સપ્તાહ-33 સુધીના આંકડા મુજબ, ગત વર્ષની...

તળાજા તાલુકાના માણાર ગામમાં આવેલી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને TSDF સાઇટને લઈને ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત અધિકારીઓ સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સાઇટની કામગીરીથી પર્યાવરણ અને જાહેર આરોગ્યને કોઈ નુકસાન ન થાય તે માટે તાત્કાલિક સ્થળ તપાસ, ટેકનિકલ ચકાસણી અને નિયમોના પાલનની માંગ કરવામાં આવી છે.

રાજકોટ શહેરમાં દૂષિત પાણીના વિતરણનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. શહેરના મેયર ડો. નેહલ શુક્લે સ્વીકાર્યું છે કે શહેરના અમુક વિસ્તારોમાં દૂષિત પાણીના વિતરણની સમસ્યા જોવા મળે છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સમસ્યાના કારણો અંગે મહાનગરપાલિકા સતત અભ્યાસ કરી રહી છે અને જરૂરી સુધારાત્મક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની ભૌગોલિક સ્થિતિ, વાયરસના ફેલાવાના કારણો, લેબોરેટરી ટેસ્ટિંગ અને વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની ઊંડાણપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી.

ચોમાસાની ઋતુ એક તરફ ઠંડક અને રાહત લઈને આવે છે, પરંતુ બીજી તરફ અનેક ચેપી રોગોનું જોખમ પણ વધારી દે છે. તેમાં આંખોના ચેપ તરીકે ઓળખાતો કન્જંક્ટિવાઇટિસ અથવા આઈ ફ્લૂ સૌથી સામાન્ય સમસ્યાઓમાંનો એક છે. દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન આઈ ફ્લૂના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને લકુલીશ યોગ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આજે સવારે લકુલીશ યોગ યુનિવર્સિટી ખાતે "આરોગ્યવર્ધક યોગ શિબિર"નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં શહેરના મેયર હિતેશ બારોટ, કોર્પોરેટરો, અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દિલ્હી-એનસીઆર વિસ્તારમાં કરવામાં આવેલા એક તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે કે ડૉક્ટરની સલાહ લીધા બાદ પણ મોટા ભાગના દર્દીઓ પોતાની બીમારી અને સારવાર અંગે સંપૂર્ણ રીતે સંતોષ પામતા નથી. પરિણામે લગભગ 80 ટકા દર્દીઓ વધુ માહિતી મેળવવા માટે ગૂગલ અને સોશિયલ મીડિયા તરફ વળે છે.

અધિકારીઓએ જણાવ્યું કે હન્ટાવાયરસની રોકથામ દૈનિક સ્વચ્છતા અને સાવચેત વર્તનથી શક્ય છે. તાવ, માથાનો દુખાવો, માંસપેશીમાં દુખાવો, થાક અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી મદદ લેવાની સલાહ આપવામાં આવી છે.

હંટાવાયરસ સામાન્ય રીતે ઉંદરોના મળ, પેશાબ અથવા લાળના સંપર્કથી ફેલાય છે. જોકે હાલમાં તેના “એન્ડીઝ સ્ટ્રેન”ને લઈને સૌથી વધુ ચિંતા વ્યક્ત થઈ રહી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આ પ્રકાર માનવથી માનવમાં ફેલાવાની ક્ષમતા ધરાવે છે, જે વૈશ્વિક મહામારીનું સ્વરૂપ લઈ શકે છે.

આરોગ્ય મંત્રી Praful Pansheriyaએ જણાવ્યું કે નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે રાજ્ય સરકાર ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી રહી છે. સમગ્ર કાર્યવાહી Bhupendra Patelના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ રહી છે.