Get News Alerts

Never miss breaking news updates.

હન્ટાવાયરસ માટે આફ્રિકા CDC અને WHOનો એલર્ટ: તૈયારીઓ મજબૂત કરવાની અપીલ

અધિકારીઓએ જણાવ્યું કે હન્ટાવાયરસની રોકથામ દૈનિક સ્વચ્છતા અને સાવચેત વર્તનથી શક્ય છે. તાવ, માથાનો દુખાવો, માંસપેશીમાં દુખાવો, થાક અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી મદદ લેવાની સલાહ આપવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 13 May 2026 07:58 PM IST
હન્ટાવાયરસ માટે આફ્રિકા CDC અને WHOનો એલર્ટ: તૈયારીઓ મજબૂત કરવાની અપીલહન્ટાવાયરસ માટે આફ્રિકા CDC અને WHOનો એલર્ટ: તૈયારીઓ મજબૂત કરવાની અપીલ

ફાઈલ ફોટો

અદીસ અબાબા: આફ્રિકા સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (Africa CDC) અને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હન્ટાવાયરસને લઈ આરોગ્ય તંત્ર અને સામાન્ય લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

સંયુક્ત ટેકનિકલ બ્રિફિંગ દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર આફ્રિકા ખંડમાં હાલ હન્ટાવાયરસના કોઈ કેસ નોંધાયા નથી, છતાં પણ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરવાની જરૂર છે.

અધિકારીઓએ જણાવ્યું કે હન્ટાવાયરસની રોકથામ દૈનિક સ્વચ્છતા અને સાવચેત વર્તનથી શક્ય છે. તાવ, માથાનો દુખાવો, માંસપેશીમાં દુખાવો, થાક અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી મદદ લેવાની સલાહ આપવામાં આવી છે.

આ ચેતવણી ક્રૂઝ શિપ MV Hondiusમાં નોંધાયેલા કેસ બાદ આપવામાં આવી છે, જે આર્જેન્ટિનાથી કેનેરી આઇલેન્ડ્સ તરફ જઈ રહ્યો હતો.

WHOના આફ્રિકા રિજનલ ઓફિસના અધિકારીએ જણાવ્યું કે હાલ વૈશ્વિક જોખમ ઓછો છે, પરંતુ દેશોએ તૈયારી અને મોનીટરીંગ સિસ્ટમને સતત સક્રિય રાખવી જરૂરી છે.

તેમણે વધુમાં કહ્યું કે તૈયારીનો અર્થ ગભરાટ નહીં પરંતુ સમયસર ઓળખ, યોગ્ય સારવાર અને અસરકારક પ્રતિભાવ વ્યવસ્થા સુનિશ્ચિત કરવો છે.

સાથે જ ચુહાના સંપર્કથી બચવા, ખોરાક સુરક્ષિત રાખવા, ઘરમાં પ્રવેશ માર્ગો સીલ કરવા અને સાફસફાઈ જાળવવાની ખાસ સલાહ આપવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.