
Gujarat : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ગવર્નન્સ અને નવીનતાને વેગ આપવા માટે વધુ એક મહત્વનું પગલું ભર્યું છે.
Gujarat AI Ecosystem: રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા, Artificial Intelligence (AI), Agentic Automation, Intelligent Automation તથા Robotic Process Automation (RPA) જેવા અદ્યતન ટેકનોલોજી ક્ષેત્રોમાં કાર્યરત અગ્રણી વૈશ્વિક કંપની, 'Automation Anywhere' સાથે વિભાગના મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે MoU કરવામાં આવ્યા હતા. જ્યારે Automation Anywhere'ના તરફથી કો-ફાઉન્ડર અને COO શ્રી અંકુર કોઠારી ઉપસ્થિત રહ્યા હતા. વિજ્ઞાન...

BRICS 2026: ભારતની BRICS અધ્યક્ષતા 2026 અંતર્ગત દૂર સંચાર વિભાગ (DoT) દ્વારા પુણેમાં 17થી 21 ઓગસ્ટ દરમિયાન પાંચ દિવસીય BRICS ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT) ટ્રેકનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય BRICS દેશો વચ્ચે ડિજિટલ સહયોગને વધુ મજબૂત બનાવવાનો અને સુરક્ષિત, સમાવેશી તથા મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

PM Modi AI Training for Youth: 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. PM મોદીએ આગામી એક વર્ષ દરમિયાન એક કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્કિલ્સની તાલીમ આપવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક જાહેર કર્યો છે. આ સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનોને મફત ઓનલાઈન કોચિંગ આપવાની પણ જાહેરાત કરવામાં...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (IIT) દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સવારે 11 વાગ્યે શરૂ થનારા સમારોહમાં તેઓ ડિગ્રી મેળવનારા 3,000થી વધુ વિદ્યાર્થીઓને સંબોધશે. આ દરમિયાન IIT દિલ્હીના સોનીપત કેમ્પસમાં સ્થાપિત AI આધારિત હાઈ-પરફોર્મન્સ સુપરકમ્પ્યુટિંગ સેન્ટર ‘પરમ પ્રજ્ઞા’નું પણ ઉદ્ઘાટન કરશે.

અમદાવાદ: કેન્દ્ર સરકારના મહત્ત્વાકાંક્ષી IndiaAI Mission હેઠળ ગુજરાતને મોટો લાભ મળ્યો છે. રાજ્યમાં 20 ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અને 17 પોલિટેકનિક સહિત કુલ 37 શૈક્ષણિક સંસ્થાઓમાં ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) લેબ્સ સ્થાપવા માટે પસંદગી કરવામાં આવી છે. આ માહિતી રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી રાજ્યમંત્રી જિતિન પ્રસાદએ આપી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું...

અમેરિકાની ટેક્નોલોજી કંપની Nvidia, અમેરિકામાં નિર્માણ પામનારા OpenAIના વિશાળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર પ્રોજેક્ટ માટે અંદાજે 250 અબજ ડોલરની નાણાકીય ગેરંટી આપવા અંગે ચર્ચા કરી રહી હોવાના અહેવાલ સામે આવ્યા છે. ‘ધ વોલ સ્ટ્રીટ જર્નલ’ના અહેવાલ મુજબ, આ નાણાકીય સહાયથી ChatGPT બનાવનારી કંપની OpenAIને દક્ષિણ ઓહાયોમાં SoftBankની એનર્જી યુનિટ દ્વારા વિકસાવવામાં આવી રહેલા 10 ગીગાવોટ ક્ષમતાવાળા ડેટા સેન્ટર કોમ્પ્લેક્સને લીઝ પર લેવામાં મદદ મળી શકે છે.

ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે રવિવારે નવી દિલ્હીમાં જાંજીબાર, યુનાઇટેડ રિપબ્લિક ઓફ તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ અને રિવોલ્યુશનરી કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. હુસેન અલી મ્વિની સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને તાન્ઝાનિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.

AI તરફ વધી રહેલી ચીનની અગ્રણી ટેક કંપનીઓએ છેલ્લા 18 મહિનામાં 1.3 લાખથી વધુ કર્મચારીઓની છટણી કરી. અલીબાબા, ટેન્સેન્ટ, બાઇટડાન્સ, બાઇડુ સહિતની કંપનીઓમાં મોટા પાયે રોજગાર ઘટ્યા.

ટેક્નોલોજીની દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સતત નવા ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી રહ્યું છે. હવે AI ઈમેજ જનરેશન માટે જાણીતી કંપની Midjourneyએ એક એવું સ્કેનર રજૂ કર્યું છે, જે ભવિષ્યમાં MRI સ્કેનનો વિકલ્પ બની શકે છે. કંપનીએ ‘Midjourney Scanner’ નામનું અદ્યતન ડિવાઇસ વિકસાવ્યું છે, જે માત્ર એક મિનિટમાં આખા શરીરનું સ્કેન કરી શકે છે.

ભારતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ભારતીય કંપની Avataar દ્વારા વિકસાવવામાં આવેલું નવું AI વીડિયો જનરેશન મોડેલ Varya AI સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂલની ખાસિયત એ છે કે યુઝર્સ માત્ર ટેક્સ્ટ પ્રોમ્પ્ટ લખીને સરળતાથી વીડિયો બનાવી શકે છે. આ પ્રોજેક્ટને IndiaAI Mission તરફથી પણ સમર્થન મળ્યું છે, જેનો ઉદ્દેશ ભારતમાં સ્વદેશી AI ટેક્નોલોજીના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.

ભારતમાં 5G સેવા શરૂ થયાને લગભગ ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા છે અને હવે દેશ 6G યુગમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યો છે. કેન્દ્ર સરકારે 2030 સુધી દેશમાં 6G સેવા શરૂ કરવાના લક્ષ્ય સાથે રોડમેપ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. આ સમગ્ર પહેલમાં સ્વદેશી ટેક્નોલોજી, પેટન્ટ વિકાસ અને સ્થાનિક ઇનોવેશન પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

ગૂગલે પોતાના AI પ્લેટફોર્મ જેમિની (Gemini)માં એક નવું અને અદ્યતન'ડિજિટલ અવતાર' ફીચર રજૂ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ પોતાનો AI આધારિત ડિજિટલ ક્લોન બનાવી શકશે, જે તેમના બદલે વીડિયો બનાવી અને પ્રસ્તુત કરી શકશે. આ નવી સુવિધા ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સ, વ્લોગર્સ અને ડિજિટલ માર્કેટર્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

AI યુગમાં ‘અલ્ટ્રા-ફ્લેટ’ મોડેલ તરફ Metaનો મોટો ફેરફાર કંપની આ ડેટાનો ઉપયોગ AI સિસ્ટમને વધુ સ્માર્ટ બનાવવા માટે કરી રહી હોવાનું કહેવાય છે. એટલું જ નહીં, કેટલાક વિભાગોમાં હવે કર્મચારીઓના પરફોર્મન્સનું મૂલ્યાંકન પણ AI દ્વારા કરવામાં આવી રહ્યું છે.