
Mangrol Port Signal No. 3: હવામાન વિભાગની આગાહીને પગલે માંગરોળ બંદર પર શુક્રવારે વહેલી સવારથી જ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન, ઊંચા મોજા અને દરિયામાં કરંટની સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા જાહેર કરવામાં આવી છે. તંત્રએ તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની અપીલ કરી છે. સાથે જ પોતાની બોટોને...

અમદાવાદ: આગામી 48 કલાક દરમિયાન શહેરમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એલર્ટ મોડમાં આવ્યું છે. શહેરના મેયર હિતેશ બારોટે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. મેયરે જણાવ્યું કે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે. જો પરિસ્થિતિ ગંભીર બને તો કોર્પોરેશન દ્વારા નિર્ધારિત કમ્યુનિટી હોલ અથવા...

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. અમદાવાદ, રાજકોટ, અરવલ્લી અને ડાંગ સહિતના જિલ્લાઓમાં અધિકારીઓને સતર્ક રહેવા, બચાવ કામગીરી માટે પૂર્વ તૈયારી રાખવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે. અમદાવાદમાં AMCની વિશેષ તૈયારીઓ, શાળા-કોલેજોમાં રજા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)...

ગીર સોમનાથ: હવામાન વિભાગ દ્વારા આગામી 31 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવતા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોને જરૂરી પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા સૂચના આપવામાં આવી છે. જિલ્લામાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 24 કલાક...

Gujarat Heavy Rain Update: છેલ્લા ૨૪ કલાકથી રાજ્યમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી અતિ ભારે વરસાદની સ્થિતિ અંગે પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ આફતની સ્થિતિમાં જનતાની સાથે છે અને સમગ્ર વહીવટી તંત્ર નાગરિકોની સલામતી માટે ખડેપગે છે. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે...

મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં સ્થિતિ ગંભીર બની રહી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે પુણેના ખડકવાસલા ડેમનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાતા પ્રશાસને સાવચેતીના પગલાં લીધા છે અને નદી કિનારે વસતા લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. સુરત શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી પાંચમાંથી ચાર ખાડીઓ ઓવરફ્લો થઈ ગઈ છે. જેના કારણે સ્લમ વિસ્તારોથી લઈને પોશ વિસ્તારો સુધી પાણી ફરી વળતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને ગંભીર રીતે પ્રભાવિત કર્યું છે. ખાસ કરીને મુંબઈ અને પુણે વચ્ચેના માર્ગ અને રેલવે વ્યવહાર પર તેની મોટી અસર જોવા મળી રહી છે. ભારે વરસાદના કારણે મુંબઈ-પુણે કનેક્ટિંગ મિસિંગ લિંક રોડ પર ટનલ નં. 2ના એક્ઝિટ નજીક ભૂસ્ખલનની ઘટના બનતા સોમવારે વહેલી સવારે 4 વાગ્યાથી પુણેથી મુંબઈ જતી લેન પરનો ટ્રાફિક સુરક્ષાના કારણોસર ડાયવર્ટ કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ચોમાસાએ હવે જોર પકડ્યું છે અને આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ, તેજ પવન અને ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દેશભરમાં હવામાનનો મિજાજ અચાનક બદલાઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ, તેજ પવન અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. આગામી 24થી 48 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દેશના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ 17 રાજ્યો માટે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 8 જૂનથી આગામી કેટલાક દિવસો દરમિયાન ઉત્તર-પૂર્વ ભારત, દક્ષિણ ભારત અને કેટલાક મધ્ય વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે.

શનિવારે બપોરે રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં કુદરતનું એક વિચિત્ર અને ભયાનક સ્વરૂપ જોવા મળ્યું. ચુરુ અને શ્રીગંગાનગરમાં બપોરે 2 વાગ્યાની આસપાસ હવામાન અચાનક સંપૂર્ણપણે બદલાઈ ગયું. આકાશમાં ધૂળ અને રેતીનો એટલો મોટો વાદળ ઉછળ્યો કે તેણે આખા સૂર્યને ઢાંકી દીધો. આ ધૂળનું તોફાન એટલું ગાઢ હતું કે થોડી જ વારમાં બપોરે ચારે બાજુ સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો અને દૃશ્યતા લગભગ શૂન્ય થઈ ગઈ.