AMCની નાગરિકોને ખાસ અપીલ: જરૂર ન હોય તો બહાર ન નીકળો

અમદાવાદ: આગામી 48 કલાક દરમિયાન શહેરમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એલર્ટ મોડમાં આવ્યું છે. શહેરના મેયર હિતેશ બારોટે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. મેયરે જણાવ્યું કે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે. જો પરિસ્થિતિ ગંભીર બને તો કોર્પોરેશન દ્વારા નિર્ધારિત કમ્યુનિટી હોલ અથવા...
Rupin Bakraniya
Rupin Bakraniya
AMCની નાગરિકોને ખાસ અપીલ: જરૂર ન હોય તો બહાર ન નીકળોAMCની નાગરિકોને ખાસ અપીલ: જરૂર ન હોય તો બહાર ન નીકળો

અમદાવાદ: આગામી 48 કલાક દરમિયાન શહેરમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એલર્ટ મોડમાં આવ્યું છે. શહેરના મેયર હિતેશ બારોટે નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. મેયરે જણાવ્યું કે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો સતર્ક રહે. જો પરિસ્થિતિ ગંભીર બને તો કોર્પોરેશન દ્વારા નિર્ધારિત કમ્યુનિટી હોલ અથવા અન્ય સુરક્ષિત સ્થળોએ પરિવાર સાથે સ્થળાંતર કરવામાં સંકોચ ન રાખવો.

ઘરવખરી અને વાહનો અંગે ખાસ સૂચના
નાગરિકોને ઘરવખરી, મહત્વના દસ્તાવેજો અને જરૂરી સામાનને સુરક્ષિત સ્થળે રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જ્યાં વરસાદી પાણી ભરાવાની શક્યતા હોય તેવા સેલરમાં વાહનો પાર્ક ન કરવા પણ સૂચના આપવામાં આવી છે, જેથી નુકસાન ટાળી શકાય.

મિલકતનું રક્ષણ અને કંટ્રોલ રૂમનો સંપર્ક
AMCએ નાગરિકોને પોતાની મિલકત અને કિંમતી વસ્તુઓનું યોગ્ય સંરક્ષણ રાખવા જણાવ્યું છે. જો કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાય અથવા મદદની જરૂર પડે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

AMC સતત તૈયાર
મેયર હિતેશ બારોટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ટીમો 24 કલાક કામગીરી માટે સજ્જ છે. શહેરમાં વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવશે.