માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, ભારે પવનની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Mangrol Port Signal No. 3: હવામાન વિભાગની આગાહીને પગલે માંગરોળ બંદર પર શુક્રવારે વહેલી સવારથી જ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન, ઊંચા મોજા અને દરિયામાં કરંટની સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા જાહેર કરવામાં આવી છે. તંત્રએ તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની અપીલ કરી છે. સાથે જ પોતાની બોટોને...
Rupin Bakraniya
Rupin Bakraniya
માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, ભારે પવનની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચનામાંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, ભારે પવનની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Mangrol Port Signal No. 3: હવામાન વિભાગની આગાહીને પગલે માંગરોળ બંદર પર શુક્રવારે વહેલી સવારથી જ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન, ઊંચા મોજા અને દરિયામાં કરંટની સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા જાહેર કરવામાં આવી છે.

તંત્રએ તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની અપીલ કરી છે. સાથે જ પોતાની બોટોને સુરક્ષિત રીતે બંદર પર લાંગરી દેવા તેમજ દરિયાકાંઠા નજીક ન જવા સૂચના આપવામાં આવી છે. કિંમતી સાધનો અને સામાનને પણ સુરક્ષિત સ્થળે રાખવા જણાવાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ માંગરોળમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયેલું છે અને ઝરમર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે દરિયાની સપાટીમાં વધારો થવાની તેમજ મોજા વધુ ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત, NDRFની ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અધિકારીઓ દરિયાકાંઠાના ગામોમાં સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને લોકોને સાવચેતી રાખવા અપીલ કરી રહ્યા છે. તંત્રએ માછીમારો અને સ્થાનિક લોકોને અફવાઓથી દૂર રહેવા તથા માત્ર સત્તાવાર સૂચનાઓનું જ પાલન કરવાની અપીલ કરી છે. આગામી 24 કલાક દરમિયાન હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.