
IPRD 2026: ભારતીય નૌકાદળના IPRD-2026નો નવી દિલ્હીમાં પ્રારંભ થયો. ત્રણ દિવસીય સંવાદમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, શૈક્ષણિક સહયોગ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.

BRICS: બ્રિક્સના સભ્ય દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની ફરી એકવાર કડક શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.

New Delhi : ભારતીય રક્ષા ઉદ્યોગ માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પ્રૂફ રેન્જ, ફીલ્ડ ફાયરિંગ રેન્જ અને ટેસ્ટિંગ સુવિધાઓના ઉપયોગ માટેની સુધારેલી SOPને મંજૂરી આપી.

BRICS Summit 2026 PM Modi Xi Jinping Meeting: ભારતની યજમાનીમાં યોજાઈ રહેલા 18મા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન વિશ્વના અનેક દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ નવી દિલ્હીમાં એકત્ર થયા છે. સંમેલન બાદ...

BRICS Summit Live Updates: ભારતની યજમાની હેઠળ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મા BRICS Summitની શરૂઆત થઈ છે. 12 અને 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ રહેલા આ બે દિવસીય શિખર સંમેલનમાં...

BRICS India 2026: 12 અને 13 સપ્ટેમ્બર 2026ના રોજ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાનારા બ્રિક્સ શિખર સંમેલન પહેલા રાજધાનીમાં તૈયારીઓ તેજ બની છે. દુનિયાભરના મહેમાનોના સ્વાગત માટે નવી દિલ્હીને...

Adani Foundation AVPN Welcome Dinner: અદાણી ગ્રુપની સામાજિક કલ્યાણ શાખા અદાણી ફાઉન્ડેશન દ્વારા નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે AVPN ગ્લોબલ કોન્ફરન્સ 2026ના વેલકમ ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં...

Atal Bihari Vajpayee 8th Death Anniversary : ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે 8મી પુણ્યતિથિ નિમિત્તે સમગ્ર દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. 16 ઓગસ્ટ 2018ના રોજ અટલ બિહારી વાજપેયીનું નિધન થયું હતું. આજે તેમની પુણ્યતિથિ નિમિત્તે નવી દિલ્હીમાં આવેલા ‘સદૈવ અટલ’ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

65th Subroto Cup: પ્રતિષ્ઠિત સુબ્રતો કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટની 65મી આવૃત્તિનો પ્રારંભ 18 ઓગસ્ટ 2026થી થશે. આ ટુર્નામેન્ટમાં ત્રણ કેટેગરીમાં કુલ 107 ટીમો ભાગ લેશે. નવી દિલ્હી NCR અને બેંગલુરુ ખાતે યોજાનારી આ સ્પર્ધા 24 સપ્ટેમ્બર સુધી ચાલશે.

New Delhi: સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સતત ચાલી રહેલા ગતિરોધ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. બુધવારે અમિત શાહે કહ્યું કે સરકાર સંસદમાં ચર્ચા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે વિપક્ષને ચર્ચા માટે આગળ આવવા કહ્યું અને સ્પષ્ટતા કરી કે તેઓ ઉઠાવવામાં આવતા દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આત્મકથાના પુસ્તક વિમોચન કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે PM મોદીએ રામનાથ કોવિંદના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ અને તેમના સાદગીભર્યા વ્યક્તિત્વની પ્રશંસા કરી હતી. સાથે જ તેમણે આજના Gen Z અને યુવા પેઢીને સોશિયલ મીડિયા, રીલ્સ અને શોર્ટકટના યુગમાં સાવચેત રહેવાનો સંદેશ આપ્યો હતો.

PM Modi CM Yogi Meeting: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે નવી દિલ્હી સ્થિત વડાપ્રધાન આવાસ પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જોકે, બેઠકમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચાની શક્યતા PM મોદી અને CM...

ભાજપના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને યાદગાર ગણાવી છે. રાઘવ ચઢ્ઢાએ વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરી હતી. તસવીરમાં તેઓ વડાપ્રધાન મોદીને ભગવાન ગણેશની મૂર્તિ ભેટ આપતા જોવા મળે છે.

શિક્ષણ મંત્રાલયનો વધારાનો હવાલો સંભાળ્યા બાદ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને આ કારણે તેમને નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલી તમામ બાબતોને સમજવા અને તેની સમીક્ષા કરવા માટે તેઓ સતત બેઠકો કરી રહ્યા છે.

દિલ્હી સરકારે રવિવારે મહિલા અને લઘુમતી આયોગમાં મહત્વપૂર્ણ નિમણૂકોની જાહેરાત કરી છે. લતા ગુપ્તાની દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે નિર્મલ જૈનને દિલ્હી લઘુમતી આયોગના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. દિલ્હી મુખ્યમંત્રી કાર્યાલયે આ અંગે માહિતી આપી હતી.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ રવિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. શિક્ષણ વ્યવસ્થા, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અસરકારક અમલીકરણ અંગે દેશમાં ચર્ચા ચાલી રહી છે ત્યારે તેમને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.