IPRD 2026: નવી દિલ્હીમાં IPRD-2026નો પ્રારંભ, હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને દરિયાઈ સહયોગ પર ચર્ચા

IPRD 2026: ભારતીય નૌકાદળના IPRD-2026નો નવી દિલ્હીમાં પ્રારંભ થયો. ત્રણ દિવસીય સંવાદમાં વિજ્ઞાન, ટેક્નોલોજી, શૈક્ષણિક સહયોગ અને દરિયાઈ સુરક્ષા પર ચર્ચા થઈ.
Nancy Shukla
IPRD 2026: નવી દિલ્હીમાં IPRD-2026નો પ્રારંભIPRD 2026: નવી દિલ્હીમાં IPRD-2026નો પ્રારંભ

IPRD 2026: નવી દિલ્હીમાં IPRD-2026નો પ્રારંભ

IPRD 2026: IPRD-2026ના પ્રથમ દિવસની શરૂઆત NMFના અધ્યક્ષ અને ભારતીય નૌકાદળના પૂર્વ વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી (નિવૃત્ત)ના ઉદ્ઘાટન સંબોધનથી થઈ હતી. ત્યારબાદ ભારત સરકારના નેશનલ મેરીટાઇમ સિક્યોરિટી કો-ઓર્ડિનેટર વાઈસ એડમિરલ બિશ્વજિત દાસગુપ્તા (નિવૃત્ત)એ વિશેષ સંબોધન કર્યું હતું.

શૈક્ષણિક નેટવર્ક અને સંશોધન પર ચર્ચા

પ્રથમ વ્યાવસાયિક સત્રમાં ‘શૈક્ષણિક નેટવર્ક, સંશોધન અને માનવ સંસાધન વિકાસ’ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. આ સત્રનું સંચાલન નૌકાદળના પૂર્વ ડેપ્યુટી ચીફ વાઈસ એડમિરલ સંજય મહિન્દ્રુ (નિવૃત્ત)એ કર્યું હતું. તેમાં ફ્રાન્સ, ઈન્ડોનેશિયા, જાપાન અને માલદીવના પ્રતિનિધિઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

ચર્ચા દરમિયાન હિંદ મહાસાગર ક્ષેત્રની યુનિવર્સિટીઓ વચ્ચે શૈક્ષણિક નેટવર્ક વિકસાવવા, સંશોધન ક્ષેત્રે સહયોગ વધારવા તેમજ થિંક ટેન્ક, યુનિવર્સિટીઓ અને સરકારો વચ્ચે વધુ મજબૂત જોડાણ સ્થાપિત કરવા પર ભાર મૂકાયો હતો. આ સત્રના અંતે ‘સી બ્લાઈન્ડનેસ એન્ડ મેરીટાઈમ હેરિટેજ ઈન ઇન્ડિયા’ નામના મોનોગ્રાફનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

IPRD 2026 - 3.webp

દરિયાઈ સુરક્ષા અને મહત્ત્વપૂર્ણ માળખાના રક્ષણ પર ભાર

બીજા સત્રમાં ‘મેરીટાઈમ સિચ્યુએશનલ અવેરનેસ અને મહત્ત્વપૂર્ણ દરિયાઈ માળખાનું રક્ષણ’ વિષય પર ચર્ચા થઈ હતી. વાઈસ એડમિરલ તરુણ સોબતી (નિવૃત્ત)ના સંચાલનમાં યોજાયેલા આ સત્રમાં દરિયાઈ વેપાર અને સમુદ્રની અંદર આવેલા મહત્ત્વપૂર્ણ માળખાની સુરક્ષા સાથે જોડાયેલા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

IPRD 2026 - 2.webp

આ ઉપરાંત, ઈન્ડો-પેસિફિક પાર્ટનરશિપ ફોર મેરીટાઈમ ડોમેન અવેરનેસ (IPMDA) હેઠળ માહિતીની આપ-લે, સમુદ્રની અંદરની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે સહયોગી વ્યવસ્થા અને મહત્ત્વપૂર્ણ દરિયાઈ માળખાના રક્ષણ અંગે પણ ચર્ચા થઈ હતી. ઈન્ડિયન ઓશન કમિશન (IOC)ના પ્રતિનિધિઓએ પણ સહયોગી અભિગમ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

શ્રીલંકા, ફિલિપાઈન્સ અને નોર્વેના રાજદૂતો સાથે સંવાદ

પ્રથમ દિવસના કાર્યક્રમમાં ‘સહયોગ કા સંવાદ’ નામે વિશેષ રાજદ્વારી ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં શ્રીલંકાનાં હાઈ કમિશનર મહિશિની કોલોને, ફિલિપાઈન્સના રાજદૂત જોસેલ એફ. ઈગ્નાસિયો અને નોર્વેનાં રાજદૂત મે-એલિન સ્ટેનરે ભાગ લીધો હતો. આ સંવાદનું સંચાલન NMFના ડિરેક્ટર જનરલ વાઈસ એડમિરલ પ્રદીપ ચૌહાણ (નિવૃત્ત)એ કર્યું હતું.

IPRD 2026 - 1.webp

IPRD-2026ના પ્રથમ દિવસના અંતે વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે પ્રાદેશિક સહયોગ, શૈક્ષણિક ભાગીદારી અને જ્ઞાનની આપ-લેને પ્રોત્સાહન આપવા અંગે અનેક નીતિગત સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. પરિષદના આગામી બે દિવસમાં પણ હિંદ-પ્રશાંત ક્ષેત્રની દરિયાઈ સુરક્ષા અને સહયોગના વિવિધ પાસાઓ પર ચર્ચા થવાની છે.

આ પણ વાંચો: Kedartal Trek: ઉત્તરાખંડના કેદારતાલ ટ્રેક પર મોટો અકસ્માત, બંગાળના 5 ટ્રેકર્સ સહિત 8 લોકો ગુમ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ