
Gaza શાંતિ પ્રક્રિયાને લઈને એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાક્રમ સામે આવ્યો છે. ઇજિપ્તમાં અમેરિકી દૂત જેરેડ કુશનર અને હમાસના નેતાઓ વચ્ચે આશરે 90 મિનિટ સુધી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન હમાસે ગાઝાને નિઃશસ્ત્ર કરવાની અને ભવિષ્યમાં પેલેસ્ટિનિયન ટેક્નોક્રેટિક સરકારને સત્તા સોંપવાની પોતાની પ્રતિબદ્ધતા ફરી વ્યક્ત કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને મોટો દાવો અને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પના કહેવા મુજબ ઈરાન પરમાણુ કરાર કરવા માટે ખૂબ જ ઉત્સુક છે, પરંતુ જો વાતચીત નિષ્ફળ જશે તો અમેરિકા ફરીથી ઈરાન પર મોટા પાયે સૈન્ય હુમલા કરી શકે છે.

આ દરમિયાન ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. ઈરાનની સરકારી સમાચાર એજન્સી તસ્નીમ અનુસાર, IRGCએ અલ-અઝરાક એરબેઝ પર અમેરિકન સૈન્યના હેંગરો તેમજ કેટલાક વિમાનોને નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે.

Chabahar Port US Attack: અમેરિકા દ્વારા ઈરાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ચાબહાર પોર્ટ પર કરવામાં આવેલા સતત હુમલાઓ બાદ પોર્ટનો મેરિટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવર ધરાશાયી થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. જો કે આ ઘટનાને લઈને સ્વતંત્ર રીતે સંપૂર્ણ પુષ્ટિ થઈ નથી, પરંતુ ઈરાનના સરકારી મીડિયા અને સ્થાનિક સૂત્રોએ પોર્ટને ભારે નુકસાન થયાનો દાવો કર્યો છે. માહિતી અનુસાર અમેરિકાએ 8 જુલાઈ,...

ખાડી વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે ઈરાને કતાર સહિત અનેક દેશોને નિશાન બનાવી હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. કતારમાં ઈન્ટરસેપ્શન ઓપરેશન દરમિયાન કાટમાળ પડતાં એક બાળક સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

ઓમાનના દરિયાકાંઠા નજીક એક માલવાહક જહાજ પર અજાણ્યા પ્રોજેક્ટાઇલથી હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આ વિસ્તારમાં પસાર થતા જહાજોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધવિરામના થોડા જ કલાકોમાં ફરી તણાવ વધ્યો છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સીજફાયર અમલમાં આવ્યા બાદ થયેલા આ હુમલાએ મધ્ય પૂર્વમાં ફરી સંઘર્ષ ભડકવાની આશંકા ઊભી કરી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં.

અમદાવાદ ઝડપથી આધુનિક અને વૈશ્વિક શહેર તરીકે વિકસી રહ્યું છે. શહેરમાં વિશ્વસ્તરીય ગગનચુંબી ઇમારતો અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના વિકાસ સાથે રિયલ એસ્ટેટ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર થઈ રહી છે. આ વિકાસ અમદાવાદને માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અગ્રણી શહેરી કેન્દ્રોમાં સ્થાન અપાવવાની દિશામાં આગળ ધપાવી રહ્યો છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરારનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે બંને દેશો વચ્ચે જે સહમતિ બની છે, તે અત્યંત પ્રશંસનીય પગલું છે. પીએમ મોદીના મતે, આ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ગંભીર આર્થિક...

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાએ એક ગુપ્ત સૈન્ય અભિયાન હેઠળ Strait of Hormuzમાંથી 10 કરોડ (100 મિલિયન)થી વધુ બેરલ તેલ સુરક્ષિત રીતે બહાર કાઢ્યું છે. તેમના જણાવ્યા મુજબ આ કામગીરી દરમિયાન 200થી વધુ વેપારી જહાજોને સુરક્ષિત માર્ગ આપવામાં આવ્યો હતો.

ગાઝા અને લેબનોનમાં ઇઝરાયલની ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી વચ્ચે ઇરાને એક મોટો નિર્ણય લીધો છે અને અમેરિકા સાથે પરોક્ષ સંદેશાઓની આપ-લે પર પ્રતિબંધ મૂક્યો છે. ગાઝા અને લેબનોનમાં ઇઝરાયલની ચાલી રહેલી લશ્કરી કાર્યવાહી વચ્ચે ઇરાને એક મોટો નિર્ણય લીધો છે અને અમેરિકા સાથે પરોક્ષ સંદેશાઓની આપ-લે પર પ્રતિબંધ મૂક્યો છે.