હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા જહાજ પર હુમલો, આગ ભભૂકી; તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત બચાવાયા

આ દરમિયાન ઈરાનની ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે જોર્ડનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા. ઈરાનની સરકારી સમાચાર એજન્સી તસ્નીમ અનુસાર, IRGCએ અલ-અઝરાક એરબેઝ પર અમેરિકન સૈન્યના હેંગરો તેમજ કેટલાક વિમાનોને નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે.
Rahul Desai
Rahul Desai
હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા જહાજ પર હુમલો, આગ ભભૂકી; તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત બચાવાયાહોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા જહાજ પર હુમલો, આગ ભભૂકી; તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત બચાવાયા

મધ્ય પૂર્વના સંવેદનશીલ હોર્મુઝ જળમાર્ગમાં પસાર થઈ રહેલા એક જહાજ પર પ્રોજેક્ટાઇલથી હુમલો થતાં તેમાં આગ લાગી હોવાની માહિતી સામે આવી છે. બ્રિટિશ સમુદ્રી સુરક્ષા એજન્સી UKMTOના જણાવ્યા અનુસાર, તમામ ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે, જ્યારે આગ હજુ સુધી કાબૂમાં આવી નથી અને જહાજ દરિયામાં તરતું રહ્યું છે.

જહાજ પર પ્રોજેક્ટાઇલથી હુમલો

યુનાઇટેડ કિંગડમ મેરિટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO)એ જણાવ્યું કે હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈ રહેલા જહાજ પર પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી.

તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત બચાવાયા

એજન્સીના જણાવ્યા મુજબ, જહાજના તમામ ક્રૂ સભ્યોએ સમયસર જહાજ ખાલી કરી દીધું હતું. બાદમાં એક ટગ બોટે તેમને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ ઘટના ઓમાનના કુમઝારથી આશરે 8 નોટિકલ માઇલ (લગભગ 15 કિલોમીટર) ઉત્તર-પશ્ચિમમાં બની હોવાનું જણાવાયું છે.

આગ હજુ સુધી કાબૂમાં નથી

UKMTOએ જણાવ્યું છે કે જહાજમાં લાગેલી આગ હજુ સુધી સંપૂર્ણપણે બુઝાવી શકાયી નથી અને જહાજ હાલ દરિયામાં નિયંત્રણ વગર તરતું રહ્યું છે. તમામ જહાજોને સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ અંગે તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે.

હોર્મુઝમાં વધ્યો તણાવ

હોર્મુઝ જળમાર્ગમાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ આરોપ લગાવ્યો છે કે ઈરાન આ માર્ગનો ઉપયોગ દબાણ બનાવવા માટે કરી રહ્યું છે. તેમણે વૈશ્વિક દેશોને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગની સુરક્ષામાં વધુ સહયોગ આપવા અપીલ કરી છે.