
Kerala Temple Tradition: ભારતમાં ધાર્મિક પરંપરા અને આધુનિક વ્યવસ્થાનો અનોખો સમન્વય જોવા મળે છે. કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટે 20 ઑક્ટોબર, મંગળવાર માટે વિશેષ એડવાઇઝરી જાહેર કરી છે.

Surat : શેર ટ્રેડિંગમાં પાંચ ટકાથી વધુ નફો મેળવવાની લાલચ આપીને સુરતના ફરિયાદી સાથે રૂ.13.10 લાખની સાયબર છેતરપિંડી કરવાના કેસમાં સુરત સાયબર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.

National News : રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2009-14 દરમિયાન કેરળ માટે સરેરાશ વાર્ષિક ફાળવણી ₹372 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2026-27માં વધીને ₹3,795 કરોડ થઈ છે.

‘માલાબાર રિવર ઇન્ટરનેશનલ કાયકિંગ કોમ્પિટિશન-2026’માં ગુજરાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જામનગરના યુવા એડવેન્ચર એથ્લીટ અને સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ-2 તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ કેરળમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયનનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે તેઓ આંતરરાષ્ટ્રીય વ્હાઇટ વોટર કાયકિંગ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવનારા ગુજરાતના પ્રથમ કાયકર બન્યા છે.

કેરળમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની છે. રાજ્યમાં પૂર અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 21 થયો છે, જ્યારે 6 લોકો હજુ લાપતા હોવાની માહિતી સામે આવી છે. ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલન અને નદીઓમાં વધેલા જળસ્તરને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.

કેરળમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કુદરતી આફત વચ્ચે અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું છે. આ ઉપરાંત 8 લોકો હજુ પણ લાપતા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો તેમજ ઘર અને રોજગાર ગુમાવનાર લોકોને સરકાર તરફથી આર્થિક સહાય આપવાની ખાતરી આપી છે.

વિયેતનામમાં થયેલી ભયાનક બોટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 15 ભારતીય નાગરિકોના પાર્થિવ દેહ આજે વિયેતનામ એરલાઇન્સની વિશેષ ફ્લાઇટ દ્વારા ભારત લાવવામાં આવશે. ભારતીય દૂતાવાસે આ અંગે સત્તાવાર માહિતી આપી છે.

દેશભરમાં ચોમાસું હવે સંપૂર્ણ જોરમાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગાહી કરી છે કે આગામી ચારથી પાંચ દિવસ સુધી દેશના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહેશે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં સર્જાયેલા મજબૂત લો-પ્રેશર સિસ્ટમના કારણે મધ્ય ભારત સહિત પશ્ચિમ અને ઉત્તર ભારતના વિસ્તારોમાં ચોમાસું વધુ સક્રિય બન્યું છે.