National News : કેરળ માટે રેલવે ક્ષેત્રે બજેટ ફાળવણીમાં મોટો વધારો, FY27માં ₹3,795 કરોડની જોગવાઈ


National News
National News : કેરળ માટે રેલવે ક્ષેત્રે બજેટ ફાળવણીમાં મોટો વધારો, FY27માં ₹3,795 કરોડની જોગવાઈ


National News
National News : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું કે કેરળ માટે રેલવે ક્ષેત્રે બજેટ ફાળવણીમાં નોંધપાત્ર વધારો થયો છે. રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, 2009-14 દરમિયાન કેરળ માટે સરેરાશ વાર્ષિક ફાળવણી ₹372 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2026-27માં વધીને ₹3,795 કરોડ થઈ છે. એટલે કે આ ફાળવણીમાં 10 ગણાથી વધુનો વધારો થયો છે.
રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંગે સાંસદો સાથે ચર્ચા
કેરળના સાંસદો સાથેની બેઠક બાદ વૈષ્ણવે જણાવ્યું કે રાજ્યમાં રેલવે નેટવર્કના વિકાસ, ક્ષમતા વધારવા અને મુસાફરો માટે કનેક્ટિવિટી સુધારવા માટે વધુ રોકાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે રાજ્યના રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અંગે સાંસદો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, કેરળમાં 2026-27 દરમિયાન રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા સંબંધિત કામો માટે ₹3,795 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યમાં અનેક નવી રેલવે લાઇન, ડબલિંગ અને મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સ પણ ચાલી રહ્યા છે. 1 એપ્રિલ 2025 સુધી કેરળ સાથે સંકળાયેલા છ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી હતી, જેની કુલ લંબાઈ 266 કિલોમીટર અને અંદાજિત કિંમત ₹9,415 કરોડ છે.
કામગીરીમાં કેમ ઉભી થતી હતી મુશ્કેલીઓ?
વૈષ્ણવે મંગલુરુના રેલવે સંચાલન સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે મંગલુરુનો રેલવે વિસ્તાર અગાઉ ત્રણ અલગ-અલગ ઝોનમાં વહેંચાયેલો હોવાથી કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. મંગલુરુને સાઉથ વેસ્ટર્ન રેલવેમાં જાળવી રાખવાના નિર્ણયથી આ સંચાલન સંબંધિત સમસ્યાઓ દૂર થવાની અપેક્ષા છે.
કેરળમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સાથે રોડ ઓવરબ્રિજ અને રોડ અંડરબ્રિજના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે. 1 ફેબ્રુઆરી 2026 સુધી રાજ્યમાં ₹4,835 કરોડના ખર્ચે 138 ROB અને RUBને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ કેરળના 35 સ્ટેશનોના પુનર્વિકાસ માટે કામગીરી ચાલી રહી છે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, 11 સ્ટેશનોનું પુનર્વિકાસ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે. સરકારના જણાવ્યા અનુસાર, વધારાના રોકાણનો હેતુ રાજ્યમાં રેલવેની ક્ષમતા, સુરક્ષા અને મુસાફર સુવિધાઓમાં સુધારો કરવાનો છે.





