Get News Alerts

Never miss breaking news updates.

કેરળમાં વરસાદનો કહેર: 8 લોકોનાં મોત, 8 લાપતા; CMએ અસરગ્રસ્તોને સહાયની ખાતરી આપી

કેરળમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કુદરતી આફત વચ્ચે અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું છે. આ ઉપરાંત 8 લોકો હજુ પણ લાપતા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો તેમજ ઘર અને રોજગાર ગુમાવનાર લોકોને સરકાર તરફથી આર્થિક સહાય આપવાની ખાતરી આપી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 02 Aug 2026 03:43 PM IST
કેરળમાં વરસાદનો કહેર: 8 લોકોનાં મોત, 8 લાપતા; CMએ અસરગ્રસ્તોને સહાયની ખાતરી આપીકેરળમાં વરસાદનો કહેર: 8 લોકોનાં મોત, 8 લાપતા; CMએ અસરગ્રસ્તોને સહાયની ખાતરી આપી

કેરળમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કુદરતી આફત વચ્ચે અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત થયા છે, જ્યારે 13 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું મુખ્યમંત્રી વી.ડી. સતીશને જણાવ્યું છે. આ ઉપરાંત 8 લોકો હજુ પણ લાપતા છે. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો તેમજ ઘર અને રોજગાર ગુમાવનાર લોકોને સરકાર તરફથી આર્થિક સહાય આપવાની ખાતરી આપી છે.

મુખ્યમંત્રી વી.ડી. સતીશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ ર જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે મહેસૂલ મંત્રી, વિવિધ જિલ્લાઓના પ્રભારી મંત્રીઓ અને જિલ્લા વહીવટી તંત્ર સાથે સતત ચર્ચા ચાલી રહી છે.

વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ રાજકીય કાર્યકરો અને સ્વયંસેવક સંસ્થાઓને પણ સફાઈ કામગીરીમાં જોડાવા અપીલ કરી છે. તેમણે સરકાર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી છે.

મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 5,792 લોકોને 209 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. ભારે વરસાદ અને પૂરથી 27 મકાનો સંપૂર્ણપણે નષ્ટ થયા છે, જ્યારે 196 મકાનોને આંશિક નુકસાન થયું છે.

મુખ્યમંત્રીએ પહાડી વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું હોવા છતાં કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે તંત્ર તૈયાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

દરમિયાન, ભારત હવામાન વિભાગ (IMD)એ કેરળના 12 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર, ભૂસ્ખલન અને રસ્તાઓ પર પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત કેટલાક ડેમ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.