
Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર-જુનાગઢ હાઈવે પર આવેલી વ્રજ વાટિકા હોટલમાં રાજકોટ રેન્જ પોલીસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં હોટલના રૂમમાંથી રોકડ રકમ, બે કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹41.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુરમાં મોબાઈલમાં રમાતી લુડો ગેમમાં પૈસાની શરતને લઈને મિત્રતા દુશ્મનીમાં ફેરવાઈ ગઈ. નવાગઢ વિસ્તારમાં લુડો ગેમમાં જીતેલા રૂપિયા પરત આપવાનો ઇનકાર કરતાં ઉશ્કેરાયેલા મિત્રએ યુવક પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. હુમલામાં યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot: રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને ભવ્ય ‘હર ઘર તિરંગા’ યાત્રા યોજાઈ હતી. ધારાસભ્ય જયેશ રાદડિયાની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રામાં શહેરના આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. તિરંગા સાથે નીકળેલી યાત્રાથી સમગ્ર જેતપુર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું.

રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. જેતપુરના વિરપુર તાલુકાના પીઠડીયા ગામની સીમમાંથી સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

Jetpur Check Dam Drowning: જેતપુર પંથકમાં ભાદર નદીના નાર પાટ ચેકડેમ પર એક દુઃખદ ઘટના સામે આવી છે. ખીરસરા રોડ પર આવેલા નાર પાટ ચેકડેમમાં ન્હાવા પડેલા મિત્રો પૈકી બે યુવાનો પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. આ આકસ્મિક દુર્ઘટનાને કારણે મૃતકોના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે અને સમગ્ર જેતપુર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર...

રાજકોટ-સોમનાથ હાઈવે પર જેતલસર ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે ક્રોસ કરતી વખતે એક વ્યક્તિને કારચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

જેતપુરના નકલંગ રોડ પર સ્પેસ સ્કૂલ પાછળ એક કરુણ ઘટના સામે આવી છે. અહીં રમતા રમતા ચાર વર્ષનું બાળક બાંધકામ સ્થળે આવેલા પાણીના ટાંકામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં હજારો ગેસ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર સમયસર ન મળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એજન્સીની કણકીયા પ્લોટ સ્થિત ઓફિસ બંધ હોવાથી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદે લેઉવા પટેલ અગ્રણી અને જેતપુર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી નરશીભાઈ સોજીત્રાની વરણી કરવામાં આવી છે.