જેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના કરુણ મોત

Jetpur Check Dam Drowning: જેતપુર પંથકમાં ભાદર નદીના નાર પાટ ચેકડેમ પર એક દુઃખદ ઘટના સામે આવી છે. ખીરસરા રોડ પર આવેલા નાર પાટ ચેકડેમમાં ન્હાવા પડેલા મિત્રો પૈકી બે યુવાનો પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. આ આકસ્મિક દુર્ઘટનાને કારણે મૃતકોના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે અને સમગ્ર જેતપુર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર...
Rupin Bakraniya
Rupin Bakraniya
જેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના કરુણ મોતજેતપુરના ખીરસરા રોડ પર ભાદર નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે યુવાનોના કરુણ મોત

Jetpur Check Dam Drowning: જેતપુર પંથકમાં ભાદર નદીના નાર પાટ ચેકડેમ પર એક દુઃખદ ઘટના સામે આવી છે. ખીરસરા રોડ પર આવેલા નાર પાટ ચેકડેમમાં ન્હાવા પડેલા મિત્રો પૈકી બે યુવાનો પાણીમાં ડૂબી જવાથી મોતને ભેટ્યા છે. આ આકસ્મિક દુર્ઘટનાને કારણે મૃતકોના પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે અને સમગ્ર જેતપુર શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, જેતપુર પાસેના ખીરસરા રોડ પર આવેલા નાર પાટ ચેકડેમમાં પાંચથી છ યુવાન મિત્રો ચેકડેમ પાસે ગયું હતું. પાણીમાં ન્હાવા માટે પડ્યા હતા. પરંતુ, પાણીની ઊંડાઈ કે પ્રવાહનો અંદાજ ન રહેવાને કારણે આમાંથી બે યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ અકસ્માતમાં મોતને ભેટનાર યુવાનોની ઓળખ વસીમ પરમાર (ઉંમર વર્ષ ૨૦) અને કાદિર ડોઢિયા (ઉંમર વર્ષ ૧૭, સગીર) તરીકે થઈ છે. નદીમાં યુવાનો ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ જેતપુર નગરપાલિકાના ફાયર વિભાગ તથા સ્થાનિક પોલીસને કરવામાં આવી હતી.

માહિતી મળતાની સાથે જ જેતપુર નગરપાલિકાની ફાયર ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો પણ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને યુવાનોના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે અને આ અંગે વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે. એકસાથે બે યુવાનોના અચાનક ડૂબી જવાથી મોત થતાં ઘટનાસ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને આખા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.