જેતપુરના પીઠડીયા ગામની સીમમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ, રૂ.1.05 કરોડનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. જેતપુરના વિરપુર તાલુકાના પીઠડીયા ગામની સીમમાંથી સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.
Rahul Desai
Rahul Desai
જેતપુરના પીઠડીયા ગામની સીમમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ, રૂ.1.05 કરોડનો મુદ્દામાલ જપ્તજેતપુરના પીઠડીયા ગામની સીમમાં ગેરકાયદે રેતી ખનનનો પર્દાફાશ, રૂ.1.05 કરોડનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ રેન્જ પોલીસે ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. જેતપુરના વિરપુર તાલુકાના પીઠડીયા ગામની સીમમાંથી સરકારી ખરાબાની જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરતા ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ ટીમને સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન અને ખનીજ ચોરી થતી હોવાની માહિતી મળી હતી. જેના આધારે ટીમે પીઠડીયા ગામની સીમમાં દરોડા જેવી કાર્યવાહી હાથ ધરી હતી. સ્થળ પરથી રેતીનું ગેરકાયદે ખનન કરતા ચાર ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

પોલીસે સ્થળ પરથી એક JCB, ત્રણ ડમ્પર તેમજ ગેરકાયદેસર રીતે ખનન કરાયેલ રેતીનો જથ્થો સહિત કુલ અંદાજે રૂ.1.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સરકારી ખરાબાની જમીનમાંથી મંજૂરી વિના ખનીજ કાઢી સરકારને નુકસાન પહોંચાડવાના મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

રાજકોટ રેન્જ પોલીસની કાર્યવાહી બાદ સમગ્ર મામલો વિરપુર પોલીસને સોંપવામાં આવ્યો છે. વિરપુર પોલીસે ઝડપાયેલા ચારેય ઈસમો સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ગેરકાયદેસર ખનન અંગે વધુ તપાસ શરૂ કરી છે.

રાજકોટ રેન્જ પોલીસની આ મોટી કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ખળભળાટ મચ્યો છે. પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદે ખનન અને ખનીજ ચોરી સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે.