Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી પૂર્ણ, નરશીભાઈ સોજીત્રા કારોબારી ચેરમેન

જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદે લેઉવા પટેલ અગ્રણી અને જેતપુર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી નરશીભાઈ સોજીત્રાની વરણી કરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 25 May 2026 01:59 PM IST
રાજકોટ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી પૂર્ણ, નરશીભાઈ સોજીત્રા કારોબારી ચેરમેનરાજકોટ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી પૂર્ણ, નરશીભાઈ સોજીત્રા કારોબારી ચેરમેન

રાજકોટ: રાજકોટ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની સત્તાવાર વરણી પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પદે લેઉવા પટેલ અગ્રણી અને જેતપુર તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી નરશીભાઈ સોજીત્રાની વરણી કરવામાં આવી છે.

નરશીભાઈ સોજીત્રા જેતપુરના પેઢલા બેઠક પરથી ચૂંટાઈને આવ્યા છે અને તેઓ હાલ જેતપુર તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ યથાવત છે. તેમની કારોબારી ચેરમેન તરીકે પસંદગી થતાં કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજકોટ જિલ્લા પંચાયતના અન્ય હોદ્દેદારોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે સંજયભાઈ પીપળિયા, ઉપપ્રમુખ તરીકે સામતભાઈ બાંભવા, પક્ષના નેતા તરીકે પારુલબેન કણસાગરા અને દંડક તરીકે અમરશીભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી છે.

જિલ્લા પંચાયતની નવી ટીમની જાહેરાત બાદ હવે જિલ્લામાં વિકાસલક્ષી કામોને વધુ ગતિ મળશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.