જેતપુરમાં રમતા રમતા 4 વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડ્યું, સારવાર મળે તે પહેલાં જ મોત

જેતપુરના નકલંગ રોડ પર સ્પેસ સ્કૂલ પાછળ એક કરુણ ઘટના સામે આવી છે. અહીં રમતા રમતા ચાર વર્ષનું બાળક બાંધકામ સ્થળે આવેલા પાણીના ટાંકામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.
Growth Now News
Growth Now News
જેતપુરમાં રમતા રમતા 4 વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડ્યું, સારવાર મળે તે પહેલાં જ મોતજેતપુરમાં રમતા રમતા 4 વર્ષનું બાળક પાણીના ટાંકામાં પડ્યું, સારવાર મળે તે પહેલાં જ મોત

જેતપુરના નકલંગ રોડ પર સ્પેસ સ્કૂલ પાછળ એક કરુણ ઘટના સામે આવી છે. અહીં રમતા રમતા ચાર વર્ષનું બાળક બાંધકામ સ્થળે આવેલા પાણીના ટાંકામાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે.

મળતી માહિતી મુજબ, જેતપુરના નકલંગ રોડ પર સ્પેસ સ્કૂલ પાછળ ટેનામેન્ટના બ્લોકનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામના કામ માટે પરિવાર મજૂરી કરવા માટે આવ્યો હતો. આ દરમિયાન પરિવારનું ચાર વર્ષનું બાળક આસપાસ રમતું હતું. રમતા રમતા બાળક બાંધકામ સ્થળે જમીનમાં બનાવવામાં આવેલા પાણીના ટાંકામાં પડી ગયું હતું.

બાળક પાણીના ટાંકામાં પડી જતા આસપાસના લોકો અને પરિવારજનો દ્વારા તેને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યું હતું. ત્યારબાદ બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જોકે, હોસ્પિટલમાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું.

મૃતક બાળકનો પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે. રોજગારી માટે પરિવાર જેતપુરમાં બાંધકામ સ્થળે મજૂરી કામ કરવા આવ્યો હતો. આ કરુણ ઘટનાને પગલે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને સમગ્ર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

ઘટનાની જાણ થતાં પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. બાળક પાણીના ટાંકામાં કેવી રીતે પડ્યું અને બાંધકામ સ્થળે સુરક્ષાના કયા પગલાં લેવામાં આવ્યા હતા તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.