જેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં હજારો ગ્રાહકો મુશ્કેલીમાં, સમયસર ગેસ ન મળતા રોષ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં હજારો ગેસ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર સમયસર ન મળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એજન્સીની કણકીયા પ્લોટ સ્થિત ઓફિસ બંધ હોવાથી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Growth Now News
Growth Now News
જેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં હજારો ગ્રાહકો મુશ્કેલીમાં, સમયસર ગેસ ન મળતા રોષજેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં હજારો ગ્રાહકો મુશ્કેલીમાં, સમયસર ગેસ ન મળતા રોષ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં હજારો ગેસ ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર સમયસર ન મળતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. એજન્સીની કણકીયા પ્લોટ સ્થિત ઓફિસ બંધ હોવાથી ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગેસ સિલિન્ડરના રિફીલિંગ સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એજન્સીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, આ અંગે સત્તાવાર પ્રક્રિયા બાદ હાલ ગેસ વિતરણની જવાબદારી ગોંડલની સ્પાર્ક ગેસ એજન્સી અને મહારાજા ગેસ એજન્સીને સોંપવામાં આવી છે.

પરંતુ નવી વ્યવસ્થા છતાં ગેસ સિલિન્ડરનું નિયમિત વિતરણ શરૂ ન થતાં ગ્રાહકોને સમયસર સિલિન્ડર મળતા નથી. જેના કારણે ઘરેલુ વપરાશ માટે ગેસ પર નિર્ભર પરિવારો ભારે પરેશાની અનુભવી રહ્યા છે.

સમસ્યાથી કંટાળેલા મોટી સંખ્યામાં ગ્રાહકો સૌરાષ્ટ્ર ગેસ એજન્સીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને વહેલી તકે ગેસ વિતરણ વ્યવસ્થા પૂર્વવત્ કરવાની માંગ ઉઠાવી હતી. સ્થાનિક મહિલાઓએ પણ જણાવ્યું હતું કે સમયસર ગેસ ન મળવાને કારણે રોજિંદા રસોઈના કામમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે.

ગ્રાહકોએ જવાબદાર તંત્રને તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગેસ સિલિન્ડરનું નિયમિત અને સમયસર વિતરણ શરૂ કરાવવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે ગ્રાહકોની નજર તંત્રના આગામી નિર્ણય પર છે.