
Flood Relief: ભારતે શનિવારે ભારતીય વાયુસેનાના C-130 વિમાનનો ઉપયોગ કરીને 11 ટન રાહત સામગ્રી કાઠમંડુ પહોંચાડી.

Nepal માં આવેલા વિનાશક પૂર અને તેના કારણે સર્જાયેલી મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે ભારતે ફરી એકવાર પાડોશી દેશ પ્રત્યે પોતાનો મજબૂત માનવતાવાદી અભિગમ વ્યક્ત કર્યો છે.

Nepal Flood: નેપાળ-ચીન સરહદી વિસ્તારમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી સર્જી છે. પૂર અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિમાં અનેક લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો લાપતા હોવાની માહિતી...

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડા 4થી 6 ઓગસ્ટ દરમિયાન પૂર્વોત્તર ભારતના ત્રણ દિવસના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ આસામ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના પૂર તથા ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિની સમીક્ષા કરશે.

Dhaval Patel Flood Visit Dang: સંસદનું ચોમાસુ સત્ર હાલ ચાલી રહ્યું છે, પરંતુ શનિવાર અને રવિવારે સત્રને વિરામ હોવાથી નવસારી લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલ પોતાના સંસદીય વિસ્તારમાં પહોંચીને પ્રજાલક્ષી કામગીરીમાં સક્રિય બન્યા છે. ભારે વરસાદથી પ્રભાવિત નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તેમણે સ્થાનિક લોકોની સમસ્યાઓ જાણી અને નુકસાનનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. વાંસદા તાલુકાના વિવિધ...

ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણીના ભરાવાને કારણે અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અસરગ્રસ્ત પરિવારોના મકાન, ઘરવખરી, પશુધન અને ખેતીને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

આસામ અને નાગાલેન્ડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય વાયુસેનાનું માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત અભિયાન સતત ચાલી રહ્યું છે. ખરાબ હવામાન અને પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ વાયુસેનાના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં સંપૂર્ણ તત્પરતા સાથે જોડાયેલા છે. ભારતીય વાયુસેનાએ મંગળવારે જણાવ્યું કે છેલ્લા 10 દિવસ દરમિયાન તેના હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા 458 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

Indian Army Gujarat Flood Relief: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આવી વિકટ સ્થિતિમાં ભારતીય સૈન્યએ ફરી એકવાર પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરતાં માનવતાની સેવામાં આગળ આવી રાહત અને બચાવ કામગીરીનો મજબૂત મોરચો સંભાળ્યો છે. ‘હર કામ દેશના નામ’ના સૂત્રને સાચા અર્થમાં સાર્થક કરતાં ભારતીય સૈન્યએ અસરગ્રસ્ત વિસ્તારોમાં દિવસ-રાત સતત કામગીરી...

Surat Flood Relief Harsh Sanghavi: ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત શહેરના અસરગ્રસ્ત વિસ્તારને રેકોર્ડ બ્રેક સમયમાં ફરીથી બેઠું કરવા અને જનજીવન પૂર્વવત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે અભૂતપૂર્વ કવાયત હાથ ધરવામાં આવી છે. પૂરના પાણી ઓસર્યા પછીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત જિલ્લાના તમામ...

Bhupendra Patel Surat Valsad Visit: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કહેર વરસાવતા સુરત અને વલસાડ સહિતના વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે (ગુરુવારે) પૂરગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ...