ચોમાસુ સત્રની રજામાં પણ જનતા વચ્ચે સાંસદ ધવલ પટેલ: પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રાહત કામગીરીની કરી સમીક્ષા

Dhaval Patel Flood Visit Dang: સંસદનું ચોમાસુ સત્ર હાલ ચાલી રહ્યું છે, પરંતુ શનિવાર અને રવિવારે સત્રને વિરામ હોવાથી નવસારી લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલ પોતાના સંસદીય વિસ્તારમાં પહોંચીને પ્રજાલક્ષી કામગીરીમાં સક્રિય બન્યા છે. ભારે વરસાદથી પ્રભાવિત નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તેમણે સ્થાનિક લોકોની સમસ્યાઓ જાણી અને નુકસાનનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. વાંસદા તાલુકાના વિવિધ...
Rupin Bakraniya
Rupin Bakraniya
AI Generated ImagesAI Generated Images

AI Generated Images

Dhaval Patel Flood Visit Dang: સંસદનું ચોમાસુ સત્ર હાલ ચાલી રહ્યું છે, પરંતુ શનિવાર અને રવિવારે સત્રને વિરામ હોવાથી નવસારી લોકસભા બેઠકના સાંસદ ધવલ પટેલ પોતાના સંસદીય વિસ્તારમાં પહોંચીને પ્રજાલક્ષી કામગીરીમાં સક્રિય બન્યા છે. ભારે વરસાદથી પ્રભાવિત નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને તેમણે સ્થાનિક લોકોની સમસ્યાઓ જાણી અને નુકસાનનું સ્થળ પર નિરીક્ષણ કર્યું.

વાંસદા તાલુકાના વિવિધ ગામોમાં પહોંચીને સાંસદ ધવલ પટેલે અસરગ્રસ્ત પરિવારોને રાહત કીટનું વિતરણ કર્યું હતું. સાથે જ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરીને રાહત અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી.

ડાંગ જિલ્લામાં તેમણે ગિરા નદી, પ્રોટેક્શન વોલ, પુલો તેમજ ભારે વરસાદને કારણે નુકસાન પામેલા ગામોની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. જ્યાં જ્યાં જરૂરી હોય ત્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચનો પણ આપ્યા હતા. પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત બાદ સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને સમગ્ર પરિસ્થિતિની વિગતવાર માહિતી આપી હતી. તેમણે ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે રજૂઆત કરતાં કેન્દ્ર સરકાર તરફથી જરૂરી તમામ સહાય અને સહકાર આપવાની ખાતરી પણ મળી હોવાનું જણાવ્યું.

ધવલ પટેલે જણાવ્યું કે લોકોની મુશ્કેલીના સમયમાં તેમની સાથે ઉભા રહેવું એ જનપ્રતિનિધિ તરીકેની પોતાની ફરજ છે. સંસદનું સત્ર ચાલી રહ્યું હોવા છતાં રજાના દિવસોમાં તેઓ સતત પોતાના સંસદીય વિસ્તારમાં રહી લોકોના પ્રશ્નો સાંભળે છે અને તેના ઝડપી નિવારણ માટે તંત્ર સાથે સંકલન કરી રહ્યા છે. સ્થાનિક લોકો પણ સાંસદની આ સક્રિયતા અને સતત મેદાનમાં રહી કરવામાં આવી રહેલી કામગીરીને આવકારી રહ્યા છે. પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે તેઓ સતત જનતા વચ્ચે રહી કાર્ય કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.