ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત-વલસાડની મુલાકાતે, પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની કરશે સમીક્ષા



AI Generated Images
ભારે વરસાદ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત-વલસાડની મુલાકાતે, પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની કરશે સમીક્ષા



AI Generated Images
Bhupendra Patel Surat Valsad Visit: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ કહેર વરસાવતા સુરત અને વલસાડ સહિતના વિસ્તારોમાં પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે (ગુરુવારે) પૂરગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાત લેશે. તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ સ્થાનિક તંત્ર, અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજશે. ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિ, બચાવ કામગીરી, સ્થળાંતર, રાહત કેમ્પો તેમજ જરૂરી સુવિધાઓ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓના સ્થાનિક અને પ્રભારી મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કરવા તેમજ જરૂરિયાત મુજબ તાત્કાલિક પગલાં લેવા સૂચના આપી છે. જ્યાં પણ લોકો મુશ્કેલીમાં હોય ત્યાં ઝડપી મદદ પહોંચે તે માટે વહીવટી તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન સુરત અને વલસાડમાં થયેલા નુકસાન, રસ્તાઓ ધોવાઈ જવાના બનાવો, પાણી ભરાવાની સ્થિતિ તેમજ વરસાદથી થયેલા જાનમાલના નુકસાન અંગે પણ વિગતવાર માહિતી લેવામાં આવશે. સ્થાનિક પ્રશાસન સાથે ચર્ચા કરી આગામી દિવસોમાં વધુ અસરકારક કામગીરી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. જેના આધારે કેન્દ્ર સરકાર પણ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી હોવાનું માનવામાં આવે છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે વરસાદ દરમિયાન કોઈપણ પ્રકારની બેદરકારી ન રહે અને લોકોને ઝડપથી રાહત મળે તે સુનિશ્ચિત કરવું. તેમની આવતીકાલની મુલાકાત દરમિયાન વહીવટી તંત્રની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવશે. સહાય પેકેજ અંગે હાલ કોઈ જાહેરાત કરવામાં આવી નથી. સરકાર પ્રથમ અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા વાસ્તવિક નુકસાનનો અંદાજ મેળવશે, ત્યારબાદ જરૂરી નિર્ણય લેવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યમાં પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત માટે નવી EV Charging Station Policy તૈયાર કરવાની દિશામાં પણ મુખ્યમંત્રીએ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી છે. રાજ્યમાં ભારે વરસાદ દરમિયાન દીવાલ ધરાશાયી થવી, વૃક્ષ પડવું અને વીજળી પડવા જેવી દુર્ઘટનાઓમાં અકાળે જીવ ગુમાવનાર 11 નાગરિકોને મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



