વિરમગામના નળકાંઠામાં વરસાદ-પૂરની તારાજી વચ્ચે ધારાસભ્ય હાર્દિક પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી

ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણીના ભરાવાને કારણે અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અસરગ્રસ્ત પરિવારોના મકાન, ઘરવખરી, પશુધન અને ખેતીને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.
Growth Now News
Growth Now News
વિરમગામના નળકાંઠામાં વરસાદ-પૂરની તારાજી વચ્ચે ધારાસભ્ય હાર્દિક પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધીવિરમગામના નળકાંઠામાં વરસાદ-પૂરની તારાજી વચ્ચે ધારાસભ્ય હાર્દિક પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી

ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના અનેક ગામોમાં જનજીવન પ્રભાવિત થયું છે. વરસાદી પાણીના ભરાવાને કારણે અનેક પરિવારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અસરગ્રસ્ત પરિવારોના મકાન, ઘરવખરી, પશુધન અને ખેતીને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.

આ પરિસ્થિતિ વચ્ચે આજે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે નળકાંઠા વિસ્તારના વિવિધ ગામોની મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કરી સ્થાનિક લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. આ દરમિયાન અસરગ્રસ્ત પરિવારોની સમસ્યાઓ અને મુશ્કેલીઓ જાણી તેમની વ્યથા સાંભળી હતી.

સ્થાનિક લોકો સાથેની મુલાકાત દરમિયાન હાર્દિક પટેલે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ અને સહયોગની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી સરકારની સહાય અને જરૂરી રાહત ઝડપથી પહોંચે તે માટે સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, આ મુશ્કેલ સમયમાં તેઓ દરેક અસરગ્રસ્ત પરિવારની સાથે છે. જનસેવાના ભાવ સાથે અસરગ્રસ્ત લોકોને વહેલી તકે જરૂરી સહાય અને ન્યાય મળે તે માટે સતત કાર્યરત રહેશે. વરસાદ અને પૂરથી થયેલા નુકસાન બાદ હવે અસરગ્રસ્ત પરિવારોને રાહત અને સહાય ઝડપથી મળે તે અંગે સ્થાનિક સ્તરે કામગીરી પર સૌની નજર છે.