
રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ગણેશ મહોત્સવને વધુ પર્યાવરણમૈત્રી બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આ વર્ષે 10 હજાર સંપૂર્ણ માટીમાંથી બનાવેલી ગણેશજીની મૂર્તિઓનું વિતરણ કરવામાં આવશે. આ પહેલનો મુખ્ય હેતુ લોકોમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP)ની મૂર્તિઓના ઉપયોગને ઘટાડીને પર્યાવરણ અને જળાશયોનું સંરક્ષણ કરવાનો છે.

Gujarat CAMPA Fund, Gujarat Forest: ગુજરાતને પાછલા 5 વર્ષ દરમિયાન નેશનલ કમ્પેન્સેટરી એફોરેસ્ટેશન ફંડ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી (નેશનલ CAMPA) હેઠળ, રૂ. 1,226.21 અને મેન્ગ્રોવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ્સ એન્ડ ટેન્જિબલ ઇન્કમ (MISHTI) હેઠળ રૂ. 67.30 કરોડ તેમજ નગર વન યોજના હેઠળ રૂ. 7.43 કરોડનું ફંડ પ્રાપ્ત થયું છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને...

દરિયાકાંઠાના પર્યાવરણના સંરક્ષણ અને જળવાયુ પરિવર્તનની અસર સામે લડવામાં ગુજરાત દેશ માટે એક આદર્શ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. કેન્દ્ર સરકારની મિષ્ટી (MISHTI) યોજના હેઠળ રાજ્યમાં મેન્ગ્રોવના સંરક્ષણ અને વિસ્તરણ માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે વર્ષોથી સતત પ્રયાસો કરીને છેલ્લા ત્રણ વર્ષમાં આશરે 40 હજાર હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રોવનું વાવેતર અને પુનઃસ્થાપન કર્યું છે.

વિશ્વ વાઘ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર દેશવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે ભારતને ગૌરવ છે કે વિશ્વના લગભગ 70 ટકા જંગલી વાઘો દેશમાં વસે છે. તેમણે કહ્યું કે વાઘ સંરક્ષણ માટે ભારતના પ્રયાસો પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વની સદીઓ જૂની સંસ્કૃતિ અને જનભાગીદારીથી પ્રેરિત છે.

સાણંદના GIDC ઈકો પાર્ક ખાતે સાણંદ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (SIA) દ્વારા 30,000 રોપાઓના મેગા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું. ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ અને CSR ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ અભિયાન દ્વારા હરિત ગુજરાત અને ટકાઉ વિકાસનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો.

એનસીપી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુલેએ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ભૂસ્ખલન, બગડેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રોજેક્ટ્સને લઈને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે વિકાસના નામે મોટા પાયે વૃક્ષોની કાપણી થઈ રહી છે અને પર્યાવરણની અવગણનાના કારણે સામાન્ય લોકોને તેની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચત અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાની અપીલ બાદ દેશભરમાં ભાજપ અને એનડીએના નેતાઓ પર્યાવરણમિત્ર પરિવહન તરફ વળતા નજરે પડ્યા છે. અનેક નેતાઓએ ઈલેક્ટ્રિક વાહન, સાયકલ અને મેટ્રોનો ઉપયોગ કરીને ઇંધણ બચતનો સંદેશ આપ્યો છે અને લોકોને પણ જાહેર પરિવહન અપનાવવા અપીલ કરી છે.

આ બેઠકમાં ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાનની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ વિસ્તારમાં વધુ હરિયાળી વધે અને પર્યાવરણ સંતુલન મજબૂત બને તે માટે આગામી યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.