વિશ્વ વાઘ દિવસે પીએમ મોદીનો સંદેશ: ભારત વિશ્વના 70 ટકા જંગલી વાઘોનું ઘર, સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા દોહરાવી

વિશ્વ વાઘ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર દેશવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે ભારતને ગૌરવ છે કે વિશ્વના લગભગ 70 ટકા જંગલી વાઘો દેશમાં વસે છે. તેમણે કહ્યું કે વાઘ સંરક્ષણ માટે ભારતના પ્રયાસો પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વની સદીઓ જૂની સંસ્કૃતિ અને જનભાગીદારીથી પ્રેરિત છે.
Growth Now News
Growth Now News
વિશ્વ વાઘ દિવસે પીએમ મોદીનો સંદેશ: ભારત વિશ્વના 70 ટકા જંગલી વાઘોનું ઘર, સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા દોહરાવીવિશ્વ વાઘ દિવસે પીએમ મોદીનો સંદેશ: ભારત વિશ્વના 70 ટકા જંગલી વાઘોનું ઘર, સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા દોહરાવી

વિશ્વ વાઘ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર દેશવાસીઓ અને વન્યજીવ પ્રેમીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે ભારતને ગૌરવ છે કે વિશ્વના લગભગ 70 ટકા જંગલી વાઘો દેશમાં વસે છે. તેમણે કહ્યું કે વાઘ સંરક્ષણ માટે ભારતના પ્રયાસો પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વની સદીઓ જૂની સંસ્કૃતિ અને જનભાગીદારીથી પ્રેરિત છે.

વડાપ્રધાને જણાવ્યું કે દેશ વિજ્ઞાન આધારિત સંરક્ષણ, સ્થાનિક સમુદાયોની ભાગીદારી અને ટકાઉ વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે વન કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને સંરક્ષણવાદીઓના સમર્પણની પ્રશંસા કરતાં કહ્યું કે તેમના સતત પ્રયાસોથી વાઘ સંરક્ષણને નવી મજબૂતી મળી છે. સાથે જ માનવ અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષને ઘટાડવા તથા સ્થાનિક સમુદાયોને સશક્ત બનાવવા માટે સરકાર સતત કાર્યરત છે.

ભારતે વિજ્ઞાન આધારિત નીતિઓ, ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ અને અસરકારક વહીવટી વ્યવસ્થાના આધારે વાઘ સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક આગેવાની સ્થાપિત કરી છે. ‘ઓલ ઈન્ડિયા ટાઈગર એસ્ટિમેશન-2022’ મુજબ દેશમાં વાઘોની સંખ્યા વધીને 3,682 થઈ છે, જે 2006 પછી બમણીથી પણ વધુ છે. આ સર્વેમાં 20 રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને 6.41 લાખ ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં પગપાળા સર્વેક્ષણ હાથ ધરાયું હતું.

કેન્દ્ર સરકારની ‘પ્રોજેક્ટ ટાઈગર’ યોજના અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના માર્ગદર્શન હેઠળ દેશમાં 18 રાજ્યોમાં 58 ટાઈગર રિઝર્વનું મજબૂત નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. આશરે 84,500 ચોરસ કિલોમીટર વિસ્તાર આવરી લેતું આ નેટવર્ક ભારતના વાઘો અને તેમના કુદરતી નિવાસસ્થાનોના લાંબા ગાળાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.