Get News Alerts

Never miss breaking news updates.

ગાંધીનગરમાં અમિત શાહે વૃક્ષારોપણ અભિયાન અને તળાવ ઇન્ટરલિંકિંગની સમીક્ષા કરી

આ બેઠકમાં ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાનની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ વિસ્તારમાં વધુ હરિયાળી વધે અને પર્યાવરણ સંતુલન મજબૂત બને તે માટે આગામી યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
Rahul Desai
Rahul DesaiUpdated on: 16 May 2026 02:59 PM IST
ગાંધીનગરમાં અમિત શાહે વૃક્ષારોપણ અભિયાન અને તળાવ ઇન્ટરલિંકિંગની સમીક્ષા કરીગાંધીનગરમાં અમિત શાહે વૃક્ષારોપણ અભિયાન અને તળાવ ઇન્ટરલિંકિંગની સમીક્ષા કરી

ગાંધીનગર:. પોતાના સંસદીય ક્ષેત્રમાં પર્યાવરણ સંરક્ષણ અને જળ વ્યવસ્થાપનને લઈને મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત ‘ગ્રીન લોકસભા – ગાંધીનગર લોકસભા’ સંકલ્પ હેઠળ ચાલી રહેલા વૃક્ષારોપણ કાર્યોની આજે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ચાલી રહેલા વૃક્ષારોપણ અભિયાનની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ વિસ્તારમાં વધુ હરિયાળી વધે અને પર્યાવરણ સંતુલન મજબૂત બને તે માટે આગામી યોજનાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવેલા તળાવોના ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પાણી સંગ્રહ, વરસાદી પાણીના યોગ્ય ઉપયોગ અને જળસંચય વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે આ યોજના મહત્વપૂર્ણ ગણાવવામાં આવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે આ પ્રકારની પહેલથી એક તરફ પર્યાવરણ સુરક્ષા મજબૂત બનશે, તો બીજી તરફ પાણીની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ પણ શક્ય બનશે.

આ બેઠકમાં સ્થાનિક વિકાસ, પર્યાવરણ સંતુલન અને જળસંરક્ષણને કેન્દ્રમાં રાખી આગામી પગલાં અંગે દિશા નક્કી કરવામાં આવી હતી.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.