
Rajkot: સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા પૂર્વે રાજકોટ શહેર પોલીસ એક્શન મોડમાં આવી છે.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે નવજાત શિશુઓની કથિત તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરી સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન સિદ્ધપુરથી મુંબઈ માત્ર 8 દિવસના નવજાત બાળકને રૂ. 3 લાખમાં વેચવા લઈ જવાના કથિત કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. પોલીસે બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધું છે.

રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલા 11 બાળકો એકસાથે ફરાર થઈ જતા ભારે ખળભળાટ મચ્યો છે. ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ડોગ સ્કોડ સહિતની ટીમો તપાસમાં જોડાઈ છે. ફરાર બાળકો પૈકી એક બાળક ઝડપાઈ ગયો છે, જ્યારે અન્યની શોધખોળ માટે સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં લાંબા સમયથી પોલીસને ચકમો આપતો કુખ્યાત આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડ આખરે ક્રાઈમ બ્રાન્ચના જાળમાં સપડાયો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ સહિત અનેક ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ચાલતા ધમા બારડને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચે સોલા સાયન્સ સિટી રોડ વિસ્તારમાં ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું.

વડોદરાના કુખ્યાત બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધીને માલપુર નજીકથી ઝડપી પાડવામાં આવતા પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે. ગુજસીટોક અને વિદેશી દારૂના ગુનાઓમાં વોન્ટેડ લાલુ સિંધી લાંબા સમયથી ફરાર હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને કાર સાથે જ ઝડપી પાડ્યો છે, જેને લઈને બૂટલેગિંગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચે એક એવા ફરાર આજીવન કેદીને ઝડપી પાડ્યો છે, જે હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો પરંતુ 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને પોલીસથી બચતો ફરતો હતો. ચોંકાવનારી વાત એ છે કે આ દરમિયાન તેણે ફિલ્મો અને વેબ સિરીઝમાં સપોર્ટિંગ એક્ટર તરીકે પણ કામ કર્યું હતું.

રાજકોટમાં ઘરફોડ ચોરીના લાંબા સમયથી રહસ્ય બનેલા ગુનાઓનો અંત આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા અને બાતમીના આધારે કરવામાં આવેલી મોટી કાર્યવાહીથી ચોર ટોળકીનો પર્દાફાશ થયો છે અને શહેરમાં થયેલા અનેક વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.

રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચે સંગઠિત ગુનાખોરી સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં દારૂ-જુગારના નેટવર્ક સાથે જોડાયેલી ગેંગ પર ગુજસીટોક હેઠળ કેસ દાખલ થતાં હલચલ મચી ગઈ છે.