રાજકોટમાં ચોરી ટોળકીનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા ચોરની કરી ધરપકડ, 20 લાખનો મુદ્દામાલ રિકવર



રાજકોટમાં ચોરી ટોળકીનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા ચોરની કરી ધરપકડ, 20 લાખનો મુદ્દામાલ રિકવર



રાજકોટ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને ઘરફોડ ચોરીના કેસમાં મોટી સફળતા મળી છે. શહેરમાં લાંબા સમયથી વણઉકેલાયેલા 5 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે.
ગાંધીગ્રામ અને પ્રદ્યુમનનગર વિસ્તારમાં બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતી ટોળકીના બે રીઢા આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. જામનગર રોડ પરથી બંને આરોપીઓની ધરપકડ સાથે ચોરીનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે.
પોલીસે આરોપીઓ પાસેથી 101 ગ્રામ સોનું, 1 કિલોથી વધુ ચાંદી અને 4 લાખથી વધુ રોકડ મળી કુલ 20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આરોપી સુનીલ ઉર્ફે આર્યન શિયાળનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં રાજકોટ, જામનગર અને મોરબીમાં અગાઉના 9 ગુનાઓમાં તેની સંડોવણી હોવાનું ખુલ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચે ભુતનાથ મહાદેવ મંદિર પાસે વોચ ગોઠવીને આરોપીઓને રંગેહાથ પકડી પાડ્યા હતા. આ સાથે બંધ મકાનોને નિશાન બનાવતી ચોર ટોળકીનો પર્દાફાશ થયો છે.




