Get News Alerts

Never miss breaking news updates.

માલપુર પાસેથી કુખ્યાત બુટલેગર લાલુ સિંધી ઝડપાયો

વડોદરાના કુખ્યાત બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધીને માલપુર નજીકથી ઝડપી પાડવામાં આવતા પોલીસ તંત્રને મોટી સફળતા મળી છે. ગુજસીટોક અને વિદેશી દારૂના ગુનાઓમાં વોન્ટેડ લાલુ સિંધી લાંબા સમયથી ફરાર હતો. ચોક્કસ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી આરોપીને કાર સાથે જ ઝડપી પાડ્યો છે, જેને લઈને બૂટલેગિંગ જગતમાં ખળભળાટ મચી ગયો છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 22 May 2026 12:09 PM IST
માલપુર પાસેથી કુખ્યાત બુટલેગર લાલુ સિંધી ઝડપાયોમાલપુર પાસેથી કુખ્યાત બુટલેગર લાલુ સિંધી ઝડપાયો

વડોદરા વડોદરાના કુખ્યાત બુટલેગર લાલચંદ ઉર્ફે લાલુ સિંધીને પોલીસએ માલપુર નજીકથી ઝડપી પાડતા બૂટલેગિંગ જગતમાં ખળભળાટ મચી ગયો છે. લાલુ સિંધી લાંબા સમયથી પોલીસને ચકમો આપી ફરાર હતો અને તેની સામે ગુજસીટોક સહિત વિદેશી દારૂના ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા. નંદેસરી પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો, જ્યારે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ દારૂ સંબંધિત ગુનામાં તે વોન્ટેડ હતો.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન લાલુ સિંધી કારમાં શહેરાથી મોડાસા તરફ જઈ રહ્યો હતો ત્યારે માલપુર નજીક રોડ પરથી તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી વડોદરાના વારસીયા વિસ્તારમાં આવેલી રોયલ હાઈટ્સમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. તેની ધરપકડ બાદ પોલીસ હવે તેના નેટવર્ક, દારૂના સપ્લાય અને અન્ય સાગરિતોને લઈને વધુ તપાસ હાથ ધરી રહી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.