Get News Alerts

Never miss breaking news updates.

રાજકોટમાં અલ્તાફ છ આંગળીની ગેંગ પર ગુજસીટોકનો શિકંજો, પોલીસની મોટી કાર્યવાહી

રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચે સંગઠિત ગુનાખોરી સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં દારૂ-જુગારના નેટવર્ક સાથે જોડાયેલી ગેંગ પર ગુજસીટોક હેઠળ કેસ દાખલ થતાં હલચલ મચી ગઈ છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 18 May 2026 02:48 PM IST
રાજકોટમાં અલ્તાફ છ આંગળીની ગેંગ પર ગુજસીટોકનો શિકંજો, પોલીસની મોટી કાર્યવાહીરાજકોટમાં અલ્તાફ છ આંગળીની ગેંગ પર ગુજસીટોકનો શિકંજો, પોલીસની મોટી કાર્યવાહી

રાજકોટ રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચે વધુ એક ગેંગ સામે કડક કાર્યવાહી કરતાં ગુજસીટોક (GujCTOC) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

મળતી માહિતી મુજબ અલ્તાફ છ આંગળીની ગેંગ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. ગેંગ સામે કુલ 46 ગુનાહો નોંધાયેલા છે, જેમાંથી 6 આરોપીઓની ગેંગમાંથી 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

આ ગેંગ રાજકોટ સહિત મોરબી, જૂનાગઢ વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાનું ખુલ્યું છે. તેમજ નાના બુટલેગરોને દારૂ સપ્લાય કરવાની કામગીરી પણ કરતી હતી.

મુખ્ય આરોપી અલ્તાફ છ આંગળી વિરુદ્ધ પ્રોહિબિશનના વધુ ગુનાહો નોંધાયેલા છે અને તે હાલ પોલીસ પકડથી બહાર છે.

પોલીસ દ્વારા આગામી સમયમાં વધુ બે ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.