વડોદરા ક્રાઈમ બ્રાન્ચે નવજાત શિશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 7 આરોપીઓ ઝડપાયા

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે નવજાત શિશુઓની કથિત તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરી સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન સિદ્ધપુરથી મુંબઈ માત્ર 8 દિવસના નવજાત બાળકને રૂ. 3 લાખમાં વેચવા લઈ જવાના કથિત કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. પોલીસે બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધું છે.
Rahul Desai
Rahul Desai
વડોદરા ક્રાઈમ બ્રાન્ચે નવજાત શિશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 7 આરોપીઓ ઝડપાયાવડોદરા ક્રાઈમ બ્રાન્ચે નવજાત શિશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 7 આરોપીઓ ઝડપાયા

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે નવજાત શિશુઓની કથિત તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કરી સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની કાર્યવાહી દરમિયાન સિદ્ધપુરથી મુંબઈ માત્ર 8 દિવસના નવજાત બાળકને રૂ. 3 લાખમાં વેચવા લઈ જવાના કથિત કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. પોલીસે બાળકને સુરક્ષિત રીતે બચાવી લીધું છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. તપાસ દરમિયાન છેલ્લા દોઢ મહિનામાં મુંબઈમાં ચાર નવજાત શિશુઓ વેચવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. આ સમગ્ર નેટવર્કમાં આર્થિક રીતે નબળા પરિવારોને નિશાન બનાવવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે.

આરોપીઓ કથિત રીતે આર્થિક રીતે નબળા પરિવારોને નવજાત શિશુઓની ખરીદી-વેચાણ માટે લલચાવતા હતા. ત્યારબાદ બાળકોને અન્ય સ્થળે પહોંચાડીને વેચાણ કરવામાં આવતું હોવાની પોલીસને આશંકા છે.

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આ મામલે મનોજ રાવલ, વીણાબેન રાવલ, સુનિલ રાવલ, દલપત રાવલ, નગીન ઉર્ફે નાગા ભગોરા, શ્રવણ પરમાર અને લક્ષ્મણ મૂળીની ધરપકડ કરી છે.

પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. આ રેકેટમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, અત્યાર સુધીમાં કેટલા બાળકોની ખરીદી-વેચાણ કરવામાં આવી છે અને આ નેટવર્ક પાછળ અન્ય કોઈ મોટું સંગઠન કાર્યરત છે કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે.      

વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માં તપાસનો વ્યાપ વધારી અન્ય સંભવિત આરોપીઓને ઝડપી પાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.