12 વર્ષથી ફરાર આજીવન કેદી ફિલ્મી દુનિયામાં સપોર્ટિંગ એક્ટર તરીકે જીવતો ઝડપાયો



12 વર્ષથી ફરાર આજીવન કેદી ફિલ્મી દુનિયામાં સપોર્ટિંગ એક્ટર તરીકે જીવતો ઝડપાયો



અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નરોડા પોલીસ સ્ટેશનના હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને છેલ્લા 12 વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર કેદીને ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, હેમંત મોદી નામનો આ કેદી વર્ષ 2014માં 30 દિવસની પેરોલ રજા પર જેલમાંથી બહાર આવ્યો હતો. પરંતુ સમય પૂર્ણ થયા બાદ તે પરત જેલમાં હાજર ન થતાં તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.
લાંબા સમયથી પોલીસથી બચતો રહેલો આ આરોપી અમદાવાદના ઘીકાંટા મેટ્રો સ્ટેશન નજીકથી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. ચોંકાવનારી બાબત એ છે કે પેરોલ દરમિયાન તેણે પોતાનું નામ બદલીને હિન્દી અને ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ તેમજ નાટકોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કર્યું હોવાનું સામે આવ્યું છે.
હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને કસ્ટડીમાં લઈ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ તેને બાકીની સજા ભોગવવા જેલમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.




