
Jamnagar ACB Trap: અમદાવાદના ઓડિટ ભવન, નવરંગપુરા ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (AAO) વિનસકુમાર અમરચંદ સાવરીયા રૂપિયા 8 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે.

Anand News: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 29 ઑક્ટોબર, 2026ના રોજ આણંદમાં લાંચના કેસમાં સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

Dahod ACB Trap: દેવગઢબારિયાની જે.એસ. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલમાં ₹40 હજારની લાંચ લેવાના આરોપસર તબીબી અધિક્ષક ACBના છટકામાં ઝડપાયા છે. ગાંધીનગર ACB પોલીસ સ્ટેશન દ્વારા 5 ઓક્ટોબર, 2026ના રોજ આ...

Bhuj ACB Bribery Case: કચ્છના ભુજમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ભુજની સમાજ કલ્યાણ કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા બે સમાજ કલ્યાણ નિરીક્ષકોને ₹4,000ની લાંચ...

છોટાઉદેપુર: લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)એ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયત કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેરને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. મળતી માહિતી અનુસાર, કવાંટ તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઇજનેર હર્ષવર્ધન કાશીરામ પટેલે ધારાસભ્ય ગ્રાન્ટ હેઠળ મંજૂર થયેલા સંરક્ષણ દિવાલ અને મજૂર કલ્યાણ કેન્દ્ર હોલના બિલ મંજૂર કરવા બદલ 5...

અમદાવાદમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી ભદ્ર સ્થિત સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના આસિસ્ટન્ટ ક્લાર્કને ₹10 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદીના પક્ષમાં કાર્યવાહી કરાવી આપવાના બહાને લાંચની માંગણી કરવામાં આવી હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ સફળ ટ્રેપ ગોઠવી તાલાટી-મંત્રી અને તેના સાગરીતને ₹40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. NOC અને અન્ય દસ્તાવેજો તૈયાર કરવા માટે લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવતા ACBએ કાર્યવાહી કરી બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

સુરત મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઉધના સાઉથ ઝોનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશ મોદીને પાણીની લાઇનના કામનું બિલ મંજૂર કરવા બદલ ₹45 હજારની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ જ અધિકારી વર્ષ 2021માં પણ લાંચ લેતા ઝડપાયો હતો. બીજી વખત ACBના જાળમાં ફસાતા મનપાના તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

Punjab Vigilance CBI Raid: પંજાબ વિજિલન્સ બ્યુરોના હેડક્વાર્ટર પર કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. સોમવારે મોડી રાત્રે લાંચ કેસમાં સીબીઆઈએ કાર્યવાહી કરી અને મંગળવારે સવારે ફરી એકવાર પંજાબ વિજિલન્સ ચીફની ઓફિસ પહોંચી. રાજ્ય કર અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી સીબીઆઈના જણાવ્યા અનુસાર, પંજાબના રાજ્ય કર અધિકારીની ફરિયાદ બાદ આ કેસ નોંધવામાં...