Dahodની દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલમાં ₹40 હજારની લાંચ લેતા તબીબી અધિક્ષક ઝડપાયા



Dahod ACB Trap
Dahodની દેવગઢબારિયા સિવિલ હોસ્પિટલમાં ₹40 હજારની લાંચ લેતા તબીબી અધિક્ષક ઝડપાયા



Dahod ACB Trap
Dahod ACB Trap: દેવગઢબારિયાની જે.એસ. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલમાં ₹40 હજારની લાંચ લેવાના આરોપસર તબીબી અધિક્ષક ACBના છટકામાં ઝડપાયા છે. ગાંધીનગર ACB પોલીસ સ્ટેશન દ્વારા 5 ઓક્ટોબર, 2026ના રોજ આ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ACBની વિગતો મુજબ, ઝડપાયેલા આરોપીની ઓળખ ડો. રહીમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણ (ઉંમર 59 વર્ષ) તરીકે થઈ છે. તેઓ દેવગઢબારિયાની જે.એસ. ચૌહાણ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક (વર્ગ-1) તરીકે ફરજ બજાવે છે.

8 વિદ્યાર્થીઓ પાસેથી ₹40 હજારની લાંચની માંગ
ACBના જણાવ્યા મુજબ, ફરિયાદી સહિત કુલ 8 સહવિદ્યાર્થીઓની ડિસ્ટ્રિક્ટ રેસિડન્સી પ્રોગ્રામ (DRP) હેઠળ જે.એસ. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલમાં નિમણૂક કરવામાં આવી હતી. આક્ષેપ મુજબ, વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરી દરમિયાન હેરાન નહીં કરવા માટે આરોપીએ એક વિદ્યાર્થી દીઠ ₹5,000 લેખે કુલ 8 વિદ્યાર્થીઓ પાસેથી ₹40,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
₹40 હજાર સ્વીકારતા ACBના છટકામાં ઝડપાયા
ACBની ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી ₹40,000ની લાંચની રકમ સ્વીકારી હોવાનો આક્ષેપ છે. લાંચની સંપૂર્ણ ₹40,000ની રકમ રિકવર કરવામાં આવી હોવાનું ACBએ જણાવ્યું છે. ટ્રેપનું સ્થળ દેવગઢબારિયા જે.એસ. ચૌહાણ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા ડોક્ટરના સરકારી સ્ટાફ ક્વાર્ટર્સ હતું. આ કાર્યવાહી ગાંધીનગર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. લાસન દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર ટ્રેપનું સુપરવિઝન ગાંધીનગર ACB એકમના મદદનીશ નિયામક એ.કે. પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ ACB દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




