₹40 હજારની લાંચ લેતા તાલાટી-મંત્રી ACBના જાળમાં ફસાયા, સાગરીત સાથે રંગેહાથ ઝડપાયા



ફાઈલ ફોટો
₹40 હજારની લાંચ લેતા તાલાટી-મંત્રી ACBના જાળમાં ફસાયા, સાગરીત સાથે રંગેહાથ ઝડપાયા



ફાઈલ ફોટો
નવસારી નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ મોટી કાર્યવાહી કરતાં તાલાટી-મંત્રી અને તેના સાગરીતને ₹40 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. ફરિયાદી પોતાની જમીનમાંથી માટી ઉપાડી અન્ય સ્થળે લઈ જવા માટે ગ્રામ પંચાયતમાંથી NOC મેળવવા અરજી કરી હતી. આ NOC, નકશો અને કુટુંબ નોંધ તૈયાર કરવા બદલ તાલાટી-મંત્રી કમલેશભાઈ ધર્મશીભાઈ દેસાઈએ ₹40 હજારની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદીએ લાંચ આપવાની ના પાડી ACBનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ACBએ ગોઠવેલા ટ્રેપ દરમિયાન આરોપીના કહેવાથી તેના સાગરીત ગોકુલભાઈ બુધાભાઈ પટેલે ફરિયાદી પાસેથી ₹40 હજાર સ્વીકાર્યા હતા. તે સમયે ACBની ટીમે બંને આરોપીઓને સ્થળ પરથી જ ઝડપી પાડી લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી. બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




