
Ahmedabad News: દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે તથા નકલી માવાના વેચાણ પર નિયંત્રણ આવે તે માટે AMC દ્વારા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી.

Ahmedabad Seva Setu Program: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોખરા વોર્ડમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે સવારે સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો....

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા 18 મીટર પહોળા ટી.પી. રોડને આર.ડી.પી. મુજબ 61 મીટર પહોળો કરવા અમલીકરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે માર્ગમાં અવરોધરૂપ બનતા કોમર્શિયલ બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Municipal Corporation: અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના આવાસોમાં ગેરકાયદે કબજાઓ દૂર કરવા તેમજ ચોમાસા પહેલાં મચ્છરજન્ય રોગચાળો રોકવા માટે અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

અમદાવાદને ભિક્ષુકમુક્ત શહેર બનાવવાના પ્રયાસોને વધુ વેગ આપતા AMC, પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) અને સામાજિક સુરક્ષા વિભાગે સંયુક્ત રીતે વિશેષ ભિક્ષાવૃત્તિ વિરોધી અભિયાન ચલાવ્યું હતું. શહેરના 41થી વધુ હોટસ્પોટ વિસ્તારોમાં હાથ ધરાયેલા આ મેગા ડ્રાઇવ દરમિયાન 44 બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું, જ્યારે 20 પુખ્ત ભિખારીઓને કોર્ટના આદેશ બાદ આશ્રય ગૃહોમાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નવા નેતૃત્વે શહેરના વિવિધ રેલવે ક્રોસિંગ દૂર કરવાની વ્યાપક યોજના હેઠળ મણિનગર ફ્લાયઓવર પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે ફ્લાયઓવરની ડિઝાઇન અને એલાઇનમેન્ટને લઈને વર્ષો સુધી મતભેદો રહેતાં પ્રોજેક્ટ અટવાઈ ગયો હતો.

અમદાવાદના એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યાથી પરેશાન વાહનચાલકો માટે સારા સમાચાર છે. YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો માર્ગ 12 જૂનથી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે, જ્યારે 1.2 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર 1 ઓગસ્ટથી સંપૂર્ણપણે જનતા માટે શરૂ થશે. આ પ્રોજેક્ટથી આશરે 2 લાખ વાહનચાલકોને રાહત મળશે.

અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોની સમીક્ષા માટે મેયર હિતેશભાઈ બારોટ અને અન્ય પદાધિકારીઓ મેદાને ઉતરશે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાશે.