Ahmedabadના ખોખરા વોર્ડમાં સેવા સેતુ કાર્યક્રમઃ હજારો નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ



Ahmedabad Seva Setu Program
Ahmedabadના ખોખરા વોર્ડમાં સેવા સેતુ કાર્યક્રમઃ હજારો નાગરિકોને ઘરઆંગણે સરકારી સેવાઓનો લાભ



Ahmedabad Seva Setu Program
Ahmedabad Seva Setu Program: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોખરા વોર્ડમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે સવારે સેવા સેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં અમદાવાદ પૂર્વના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘરઆંગણે જ મળી રહે તે માટે વિવિધ વિભાગોના સ્ટોલ અને સેવા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. નાગરિકોના અનેક સરકારી કામો સ્થળ પર જ સરળતાથી કરી આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બારકોડ રેશનકાર્ડ, આવકના દાખલા, આયુષ્માન કાર્ડ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ સેવાઓનો લાભ મેળવવા માટે મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા.



સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને જરૂરી સેવાઓ તથા પ્રમાણપત્રો સરળતાથી એક જ સ્થળેથી મળી રહે તેવો રહ્યો હતો. સ્થળ પર જ અરજીઓ અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં નાગરિકોને ઓછા સમયમાં સરકારી સેવાઓનો લાભ મળ્યો હતો. આ કાર્યક્રમના કારણે અમદાવાદ પૂર્વના નાગરિકોને વિવિધ સરકારી અને મ્યુનિસિપલ સેવાઓનો લાભ તેમના વિસ્તાર નજીક જ મળ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં વિવિધ નાગરિક સેવાઓ માટે 64 સિટી સિવિક સેન્ટરો મારફતે સેવાઓ પૂરી પાડે છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]





