Get News Alerts

Never miss breaking news updates.

સાબરમતીમાં 18 મીટરના રસ્તાને 61 મીટર પહોળો કરવાની કામગીરી શરૂ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા 18 મીટર પહોળા ટી.પી. રોડને આર.ડી.પી. મુજબ 61 મીટર પહોળો કરવા અમલીકરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે માર્ગમાં અવરોધરૂપ બનતા કોમર્શિયલ બાંધકામો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
Rahul Desai
Rahul DesaiUpdated on: 09 Jul 2026 11:49 AM IST
સાબરમતીમાં 18 મીટરના રસ્તાને 61 મીટર પહોળો કરવાની કામગીરી શરૂસાબરમતીમાં 18 મીટરના રસ્તાને 61 મીટર પહોળો કરવાની કામગીરી શરૂ

અમદાવાદ અમદાવાદના સાબરમતી વોર્ડમાં સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા 18 મીટર પહોળા ટી.પી. રોડને આર.ડી.પી. મુજબ 61 મીટર પહોળો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગને પહોળો બનાવવા માટે અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કામગીરીના પ્રાથમિક તબક્કામાં રસ્તાની હદમાં આવતા કોમર્શિયલ પ્રકારના બાંધકામો સ્વૈચ્છિક રીતે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંબંધિત મિલકતધારકોને નિયમો મુજબ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

રસ્તો પહોળો બનતા સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફના માર્ગ પર ટ્રાફિકનું દબાણ ઘટશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી તબક્કામાં આર.ડી.પી. મુજબ માર્ગ વિસ્તરણની કામગીરી આગળ વધારવામાં આવશે.

AUTHOR
Rahul Desai

Rahul Desai

Author details are not available.