અમદાવાદમાં વિકાસ કાર્યોને મળશે વેગ, મેયર હિતેશ બારોટ કરશે સ્થળ મુલાકાત



અમદાવાદમાં વિકાસ કાર્યોને મળશે વેગ, મેયર હિતેશ બારોટ કરશે સ્થળ મુલાકાત



અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોની સમીક્ષા માટે મેયર હિતેશભાઈ બારોટ અને અન્ય પદાધિકારીઓ મેદાને ઉતરશે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાશે.

માહિતી મુજબ, મેયર હિતેશ બારોટ પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા ખારીકટ કેનાલ તેમજ અન્ય વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ અંતર્ગત વસ્ત્રાલ આરટીઓ નજીક ચાલી રહેલી ખારીકટ કેનાલ કામગીરીના સ્થળની મુલાકાત લેવામાં આવશે. આ ઉપરાંત લાલગેબી સર્કલથી આગળ ચાલી રહેલા લેક ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. શહેરમાં પાણી સંચાલન અને વિકાસના કામોને વધુ અસરકારક બનાવવા માટે અધિકારીઓ સાથે ચર્ચા થશે.
ત્યારબાદ વિરાટનગર સ્થિત પૂર્વ ઝોન કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાશે, જેમાં વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિ અને આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડ્રેનેજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, he has contributed to leading media houses, including the Ahmedabad Mirror and The Indian Express. He is recognized for his analytical depth and expertise in navigating complex global and economic narratives. rupin.bakraniya@growthnownews.com



