
Dharampur: ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીએ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આશીર્વાદ મેળવ્યા. સેવા, સાધના અને મહિલા સશક્તિકરણના કાર્યોમાં સહયોગની સંભાવનાઓ પર ચર્ચા કરી.

Valsad: જમીન સંપાદનની પ્રક્રિયાને કારણે રહેણાક મકાનો, દુકાનો અને વૃક્ષોને નુકસાન થવાની ભીતિ વચ્ચે પાંચ ગામના ખેડૂતોએ એકત્ર થઈ તંત્ર સમક્ષ સામૂહિક વાંધો રજૂ કર્યો હતો.

Valsad News : દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ટુરિઝમ પ્રોજેક્ટને લઈને સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો છે.

Seva Sankalp Abhiyan 2026 Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગુજરાતભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે દેવભૂમિ...

Valsad : વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના દીવસી ટોકરપાડા ફળિયામાં એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં રહેતા 53 વર્ષીય શિક્ષક શંકરભાઈ લાળિયાભાઈ જાદવનું અવસાન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ.

Valsad News : ગુજરાત રાજ્યમાં સિટી સરવે અને જમીન દફ્તર શાખાના કર્મચારીઓની ચાલી રહેલી હડતાળની અસર હવે બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જોવા મળી રહી છે.

Valsad : વલસાડના કૈલાશ રોડ પર આવેલી પારડીસાંઢ પોર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટનાને લઈને ભારે વિવાદ સર્જાયો છે.

Valsad જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં કથિત બોગસ ડોક્ટરો દ્વારા વર્ષોથી સારવાર આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી લોકોની સારવાર કરવામાં આવતી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વાલવેરી ફાટક નજીક પોલીસે કાર્યવાહી કરી એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આરોપી પાસેથી અલગ-અલગ પ્રકારની એલોપેથીક દવાઓનો જથ્થો પણ મળી આવ્યો હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં તારાજીની સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિના કારણે અનેક પરિવારોને ઘર, ઘરવખરી, પશુધન, ખેતી અને રોજગારનું નુકસાન થયું છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વલસાડના સાંસદ ડો. ધવલ પટેલે જિલ્લાના નાગરિકોને ધીરજ અને હિંમત જાળવી રાખવા અપીલ કરી છે.

વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા છેલ્લા કેટલાક કલાકોમાં અતિભારે વરસાદ નોંધાયો છે. જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે.

વલસાડ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે NDRFની ટીમે સમયસર કામગીરી કરીને ત્રણ મજૂરોનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. શહેરના પાલીહિલ પાછળ આવેલા એસટીપી (સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) ખાતે પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા ત્રણ મજૂરો ફસાઈ ગયા હતા, જેને પગલે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.