Valsad News : સિટી સરવેના કર્મચારીઓની હડતાળની અસર, રિયલ એસ્ટેટ ક્ષેત્રની કામગીરી અટકી જતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો



Valsad News
Valsad News : સિટી સરવેના કર્મચારીઓની હડતાળની અસર, રિયલ એસ્ટેટ ક્ષેત્રની કામગીરી અટકી જતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો



Valsad News
Valsad News : જમીન માપણી, દસ્તાવેજી પ્રક્રિયા અને મિલકત સંબંધિત વિવિધ કામગીરી અટકી પડતાં બિલ્ડર્સ, પ્રોપર્ટી ડેવલપર્સ અને મિલકતધારકો મુશ્કેલીમાં મુકાયા છે. આ મુદ્દે વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરવામાં આવી છે.
રિયલ એસ્ટેટ ક્ષેત્રની કામગીરી અટકી !
એસોસિએશનના જણાવ્યા મુજબ, રાજ્યભરમાં સિટી સર્વે અને જમીન દફ્તર શાખાના કર્મચારીઓની હડતાળને કારણે જમીન સંબંધિત અનેક મહત્વપૂર્ણ કામગીરી અટકી ગઈ છે. તેની સીધી અસર બાંધકામ, રિયલ એસ્ટેટ તેમજ ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલી કામગીરી પર પડી રહી છે. ખાસ કરીને નવા પ્રોજેક્ટ શરૂ કરવા અને ચાલુ પ્રોજેક્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે માપણી શીટ, સિટી સર્વે નકશા, પ્રોપર્ટી કાર્ડ અપડેટ, ટાઇટલ ક્લિયરન્સ અને બિનખેતી સંબંધિત દસ્તાવેજી કામગીરી સમયસર પૂર્ણ થઈ શકતી નથી. આ ઉપરાંત જમીનના રેકોર્ડમાં જરૂરી ફેરફાર અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ પણ અટકી પડતાં મિલકતધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજા પ્રોપર્ટી કાર્ડ અને જમીન માપણીના દસ્તાવેજો ઉપલબ્ધ ન થવાને કારણે કેટલાક મિલકતધારકો અને ખરીદદારોને બેંક લોન, મોર્ગેજ તેમજ અન્ય નાણાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં પણ વિલંબ થઈ રહ્યો હોવાનું એસોસિએશને રજૂઆતમાં જણાવ્યું છે.
વલસાડ રિયલ એસ્ટેટ એસોસિએશન મેદાનમાં
વધુમાં, વારસાઈ નોંધ, હક્ક કમી, વહેંચણી અને બક્ષીસ જેવી જમીન સંબંધિત કામગીરી પણ પ્રભાવિત થઈ રહી છે. નવી સાઇટના વિકાસ અને બાંધકામ પ્રોજેક્ટની મંજૂરી મેળવવાની પ્રક્રિયા પર પણ તેની અસર થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ ડિસ્ટ્રિક્ટ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશને મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે હડતાળ કરી રહેલા કર્મચારીઓની માગણીઓ અંગે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે.
સાથે જ અટકેલી જમીન અને દસ્તાવેજી કામગીરી ફરી શરૂ થાય તે માટે જરૂરી વહીવટી પગલાં ભરવામાં આવે. હાલ કર્મચારીઓની હડતાળ ક્યારે પૂર્ણ થશે અને સરકાર દ્વારા આ મુદ્દે શું નિર્ણય લેવામાં આવશે તેના પર બાંધકામ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની નજર છે. હડતાળનો વહેલી તકે ઉકેલ આવે તો અટકેલી કામગીરીને ફરી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Amreli ના ખાંભા ગીરમાં 8 દિવસ બાદ વરસાદનું પુનરાગમન, જુઓ Video

Vivek Shah
વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે




