અતિવૃષ્ટિથી વલસાડમાં તારાજી વચ્ચે સાંસદ ડો. ધવલ પટેલની અપીલ, અસરગ્રસ્ત પરિવારોને રૂ. 1 કરોડથી વધુની સહાય

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં તારાજીની સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિના કારણે અનેક પરિવારોને ઘર, ઘરવખરી, પશુધન, ખેતી અને રોજગારનું નુકસાન થયું છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વલસાડના સાંસદ ડો. ધવલ પટેલે જિલ્લાના નાગરિકોને ધીરજ અને હિંમત જાળવી રાખવા અપીલ કરી છે.
Growth Now News
Growth Now News
અતિવૃષ્ટિથી વલસાડમાં તારાજી વચ્ચે સાંસદ ડો. ધવલ પટેલની અપીલ, અસરગ્રસ્ત પરિવારોને રૂ. 1 કરોડથી વધુની સહાયઅતિવૃષ્ટિથી વલસાડમાં તારાજી વચ્ચે સાંસદ ડો. ધવલ પટેલની અપીલ, અસરગ્રસ્ત પરિવારોને રૂ. 1 કરોડથી વધુની સહાય

વલસાડ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારોમાં તારાજીની સ્થિતિ સર્જાઈ છે. અતિવૃષ્ટિના કારણે અનેક પરિવારોને ઘર, ઘરવખરી, પશુધન, ખેતી અને રોજગારનું નુકસાન થયું છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે વલસાડના સાંસદ ડો. ધવલ પટેલે જિલ્લાના નાગરિકોને ધીરજ અને હિંમત જાળવી રાખવા અપીલ કરી છે.

ડો. ધવલ પટેલે જણાવ્યું કે, પ્રકૃતિની આ વિકટ પરીક્ષામાં વલસાડના લોકોએ ઘણું નુકસાન સહન કર્યું છે. આ દુઃખની ઘડીએ સૌએ ધીરજ રાખવાની જરૂર છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને યુદ્ધના ધોરણે રાહત પહોંચાડવાની કામગીરી સતત ચાલી રહી છે.

તેમણે જણાવ્યું કે અત્યાર સુધીમાં અસરગ્રસ્ત પરિવારોને રોકડ સહાય અને ઘરવખરીના નુકસાન પેટે રૂ. 1 કરોડથી વધુની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે અતિવૃષ્ટિ દરમિયાન મૃત્યુ પામેલા 4 લોકોના પરિવારજનોને રૂ. 16 લાખની સહાય આપવામાં આવી છે.

કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ 150થી વધુ ટીમો દ્વારા ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેથી કોઈપણ અસરગ્રસ્ત પરિવાર સરકારી સહાયથી વંચિત ન રહે.

સાંસદ ડો. ધવલ પટેલે વલસાડવાસીઓને વિશ્વાસ અપાવતા કહ્યું કે સૌ સાથે મળીને, પરસ્પર સહયોગ, ધીરજ અને એકતાના બળથી આ મુશ્કેલ સમયમાંથી ચોક્કસ બહાર આવીશું. તેમણે ઉમેર્યું કે, “સંગઠનની શક્તિ, સેવાનો સંકલ્પ અને સૌના સહયોગથી વલસાડ ફરી ઉભું થશે.”